- અણસોલ શામળાજી ચેકપોસ્ટ પર LCB, SOG, સહીત જિલ્લા પોલિસ કાફલો તૈનાત કરાયો
- જિલ્લાની કુલ 39 જેટલી ચેકપોસ્ટ પર પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
અરવલ્લી: 31 ડિસેમ્બરને લઇ અરવલ્લી જીલ્લા પોલીસ સતર્ક બની છે. ત્યારે શામળાજી ચેકપોસ્ટ પર જિલ્લા પોલિસ વડાની હાજરીમાં ચેકીંગ હાથ ધરાયું છે. આ ઉપરાંત અણસોલ શામળાજી ચેકપોસ્ટ પર LCB, SOG, સહીત જિલ્લા પોલિસ કાફલો તૈનાત કરી વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ છે. આ દરમિયાન જિલ્લાની કુલ 39 જેટલી ચેકપોસ્ટ પર પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, કોઈપણ તહેવાર હોય કે ખાસ દિવસ એની ઉજવણી માટે ગુજરાતમાં પ્રતિબંધિત નશીલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરાતો હોય છે અને તહેવારમાં ભંગ પડતો હોય છે. ત્યારે આવા તત્વોને ઝડપી લેવા માટે પોલીસ પણ સતર્ક બનતી હોય છે. ત્યારે અરવલ્લી પોલીસ દ્વારા 31st ડિસેમ્બરની ઉજવણીને લઈ નશીલા પદાર્થ ગુજરાતમાં ના ઘૂસે તે માટે મોડાસા શહેર અને આસપાસ ચૂસ્ત બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરાયું છે.
31st ડિસેમ્બરને હવે માત્ર 24 કલાક જેટલો સમય બાકી છે. ત્યારે આ ખાસ દિવસની ઉજવણીને રંગીન બનાવવા માટે બુટલેગરો દ્વારા નશીલી ચીજવસ્તુઓ નશીલા પદાર્થો મોટા પ્રમાણમાં ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયત્ન કરાતો હોય છે. ત્યારે મોડાસા શહેર અને પોલીસ હેડક્વાર્ટર પાસે ખાસ ચોકી બનાવીને આવતા જતા તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરાયું છે. બ્રેથ એનલાયઝર દ્વારા આવતા જતા તમામ વાહન ચાલકોએ નશો કર્યો છે કે નહીં તે બાબતની તપાસ હાથ ધરાઈ છે. ત્રણ દિવસમાં 150 કરતા વધુ પીધેલાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ 31stની ઉજવણીને લઈ સતર્ક છે.
અહેવાલ: ઋતુલ પ્રજાપતિ