- ભાવ વધારો પરત લેવા કલેકટરને કરાઈ રજૂઆત
- જંત્રીમાં સૂચિત વધારાને કારણે ખેડૂતથી લઈ મિલકત ખરીદનારને મુશ્કેલી પડવાના આક્ષેપો
- સ્થળ તપાસ કરી યોગ્ય જંત્રી સૂચિત કરવા કરાઈ માંગ
- બિલ્ડરો ગુજરાતના વિકાસમાં સહભાગી થવા તૈયાર
અરવલ્લી: રાજ્યમાં જંત્રીના સુધારેલા સૂચિત દરો સામે રાજ્યભરના બિલ્ડર્સ એસોસિએશનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે જંત્રીના સૂચિત વધારા સામે અરવલ્લીના મોડાસામાં ક્રેડાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપી સૂચિત ભાવ વધારો પરત લેવા અને અસહ્ય ભાવ વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા રજુઆત કરવામાં આવી. જંત્રીમાં સૂચિત વધારાને કારણે ખેડૂતથી લઈ મિલકત ખરીદનાર, પ્રજાજન અને વિકાસ કર્તાઓને આર્થિક ભારણ સહન કરવું પડતું હોવાના આક્ષેપો કરાયા છે. જેને લઈને કલેક્ટરને આવેદન પત્ર આપી જંત્રીના દર કાબુમાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર,અરવલ્લી જિલ્લામાં જંત્રી માં સૂચિત વધારા સામે બિલ્ડર લોબીનો વિરોધ જોવા મળ્યો, અરવલ્લી ક્રેડાઈ દ્વારા મોડાસા ખાતે કલેકટરને આવેદનપત્ર આપી, અસહ્ય ભાવ વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા રજુઆત કરી. રાજ્યમાં જંત્રીના સુધારેલા સૂચિત દરો સામે રાજ્યભરના બિલ્ડર્સ એસોસિએશનો વિરોધ નોંધાવી રહ્યા છે. જંત્રીના સૂચિત વધારા સામે અરવલ્લી ક્રેડાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને કલેક્ટરને આવેદનપત્ર આપી સૂચિત ભાવ વધારો પરત લેવા અને અસહ્ય ભાવ વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા રજુઆત કરવામાં આવી.
મોડાસામાં સૂચિત જંત્રીને લઈને ક્રેડાઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્રેડાઈ એસોસિએશનનું કહેવું છે કે સરકાર દ્વારા થોડા સમય પહેલા જ જંત્રી ના ભાવોમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે પ્રવર્તમાન દરમાં 200 ટકાથી લઈ 2000 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે ખેડૂત થી લઈ મિલકત ખરીદનાર, પ્રજાજન અને વિકાસ કર્તાઓ ને અતિશય આર્થિક ભારણ સહન કરવું પડશે, ક્રેડાઈ દ્વારા સૂચિત જંત્રીના વધારાના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર આપી જંત્રીના દર કાબુમાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી..
અહેવાલ: ઋતુલ પ્રજાપતિ