ખેતીનું મહત્વ સમજાવતા અર્જુન કાનાબાર યુવાઓનાં રોલમોડેલ
ઓર્ગેનિક ખેતી દ્વારા જમીનનું નવનિર્માણ અને દરેક જીવોનું કલ્યાણ થતુ હોવાનો મત: અર્જુન કાનાબાર સાથે સેવાભાવીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ઉતમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી આવુ માનનાર અર્જુન કાનાબારે સાબિત કરી બતાવ્યું છે કે ઓર્ગેનિક ખેતી દ્વારા જમીનનું નવ નિર્માણ અને દરેક જીવોનું કલ્યાણ કરી શકાય છે.
જેમણે રાજકોટમાં બેચલર્સ ઓફ એન્જીનીયરીંગનો અભ્યાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકાના ન્યુયોર્કના ત્રણ વર્ષનાં અભ્યાસક્રમમાં માસ્ટર્સ ઓફ એન્જીનીયરીંગ (ઈલેકટ્રીકલ કોમ્પ્યુટર) ની ડીગ્રી મેળવીને ત્યાંની સારામાં સારી કંપનીઓનો વાર્ષિક દોઢ કરોડનો પગાર માનભેર અસ્વીકાર કરીને ભારતની ભૂમિ ઉપર એક સારા ખેડુત તરીકે અને ઉત્તમ પશુપાલકનું દ્રષ્ટાંત પૂરૂ પાડવા માટે અને ધરતીપૂત્ર ધરતીથી વિમૂખ પ્રસરેલી નેગેટીવ લાગણીને નવી ઉર્જાના આશયથી વાંકાનેરના સિંધાવદર ગામ પાસે ૨૦ એકર જમીન ખરીદીને દોઢ વષર્ષનાં ટુંકાગાળાના બિન અનુભવી રસ્તા ઉપર ચાલીને ગાય આધારીત જીરો બજેટ ખેતી દ્વારા મરચા અને નાના લોકોને સસ્તો માલ કેમ મળે તે માટે અને સારી પ્રોડકટ કેમ મળે જેમાં વિટામીનો ભરપૂર હોય, શકિતપ્રદ હોય અને નફો આપતી હોય તેવી પ્રોડકટમાં રોજેરોજ વપરાય તેવા મરચા, ટમેટા, દૂધી, બ્રોકલી જેવી પ્રોડકટો ઉત્તમ બનાવીને લોકો સુધી પહોચાડી અને પ્રથમ વર્ષથી જ નફો કમાઈ રહ્યા છે.
અર્જુનભાઈ કાનાબાર ખાસ આજની પેઢીને જણાવવા માંગે છે કે એસીમાં બેસીને ઓફીસ ચલાવવી તેના કરતા ખરેખર ખેતરમાં કામ કરીને પોતાના પરિવાર સમાજને સારા ખોરાક‚પી સારી વસ્તુ આપીને અને પોતે બીમાર ન પડે પોતાની જાતને પણ શકિતશાળી બનાવે અને જીમમાં ગયા વગર તન, મનની સારી સ્વસ્થતા કેવી રીતે રાખી શકાય અને ૩૬૫ દિવસમાં ફકત એવરેજ ૩ કલાક કામ કરીને અમેરિકા જેટલી કમાણી ઘરે બેસીને પરિવાર સાથે મેળવી શકાય તે માટે દરેકને આહવાન કરે છે. અને ભારતની ભૂમિ ગાય માતા અને અન્ય જીવોનું કલ્યાણ કરે છે. તેઓનું કહેવું એમ છે કે ખેતી દ્વારા સારા મનુષ્ય અને તેના દ્વારા રાષ્ટ્રનું નિર્માણ થઈ શકશે અને સાચા રસ્તે થઈ શકશે ઉત્પાદન ધરતીમાંથી થાય તે સાચુ છે.
ટુંક સમયમાં જ ડેઈલીઝ નામની દૂધની પ્રોડકટ ચાલુ કરવાનું તેમનું એક સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. ત્યારે અર્જુનભાઈ આવા સારા કાર્યો જીવનભર કરે અને લોકોને સામાન્ય માણસને તેનો લાભ મળે તેવા ગાયમાતાના આશીર્વાદ સાચા અર્થમાં જગતાત બનીએ અર્જુનભાઈ સારા સંસ્કારી અને વેપારી પરિવારમાંથી આવે છે.તેમના પિતા રાજકોટમાં ૩૫ વર્ષથી લોખંડના વ્યવસાય સાથે સારી રીતે સંકળાયેલા છે. તેમજ તેમના મોટાભાઈ રેડકાર્પેટ નામનો શો ‚મ ટાગોર જેવા પોસ વિસ્તારમાં ધરાવે છે. આપણા માટે ઠંડી, ગરમી, તડકો, વરસાદ અને જીવ જંતુની વચ્ચે રહેવું, કુદરતી આફતોની સામે ઝઝુમવું અને આપણા માટે સારો ખોરાક, અબોલ જીવો માટે ઘાસભૂંસ અને જમીનનું નવસર્જન કરી શકાય તે વસ્તુઓ ઉત્પન્ન કરીને ખરેખર જગતાત આપણા માટે ઉપકાર કરી રહ્યો છે. ત્યારે સમાજે તેની નોંધ લેવી જોઈએ. સમાજને નવો રાહ ચીંધતા અર્જુન કાનાબાર સાથે ભરતભાઈ પરસાણા, કાંતિભાઈ પટેલ અને બ્રિજેશ ગોંઢાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.