- તાલુકા પંચાયતના નકલી લેટરપેડ દ્વારા નાયબ મુખ્ય દંડકને બદનામ કરવાના આક્ષેપો
- તાલુકા પ્રમુખ કિશોર કાનપરિયાએ કર્યો ખુલાસો
અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નકલી લેટરપેડ બનાવી તેમા ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સોશ્યલ મિડીયામા તાલુકા પંચાયત પ્રમુખના નામનો એક નકલી લેટરપેડ વાયરલ થયો હતો. જેને લઈને તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પોલીસવડા પાસે દોડી ગયા હતા અને પ્રમુખ દ્વારા આ નકલી લેટરપેડ વાયરલ કરનાર સામે પગલા લેવા માંગ કરી હતી. જે અંગે તાલુકા પ્રમુખ કિશોર કાનપરિયા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નકલી લેટરપેડ બનાવી તેમા ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા પર આક્ષેપો કરવામાં આવતા તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પોલીસવડા પાસે દોડી ગયા હતા અને પ્રમુખ દ્વારા આ નકલી લેટરપેડ વાયરલ કરનાર સામે પગલા લેવા માંગ કરી હતી. અમરેલીમા આજરોજ સોશ્યલ મિડીયામા તાલુકા પંચાયત પ્રમુખના નામનો એક નકલી લેટરપેડ વાયરલ થયો હતો અને તેમા ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયાને બદનામ કરવા પ્રયાસ કરાયો હતો જેમા જણાવાયુ હતુ કે અમરેલી તાલુકાના 71 ગામમા દારૂ મળે છે અને પોલીસ કૌશિકભાઇને દર મહિને 40 લાખનો હપ્તો આપે છે અને રેતી મામલે પણ હપ્તા ચાલતા હોવાના આરોપો કરાયાનો તાલુકા પંચાયત પ્રમુખનું લેટરપેડ વાયરલ થતા.
લેટરપેડ ધ્યાને આવતા તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઇ કાનપરીયા તાબડતોબ પોલીસવડા સંજય ખરાત પાસે દોડી ગયા હતા અને રજુઆત કરી હતી. હાલ સાયબર ક્રાઇમ સહિત પોલીસના અધિકારીઓ દ્વારા ટેકનીકલ સોર્સ મારફત તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કિશોરભાઇ કાનપરીયાએ આ બાબતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ પત્ર પાઠવી રજુઆત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમરેલીના વિકાસ નહિ જોઈ શકતા કેટલાક ઇસમો દ્વારા આ નકલી લેટરપેડ અને સિક્કાઓ બનાવી નકલી સહી કરી આવા પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે જેને લઇ ગમે ગામના સરપંચો પણ મેદાને આવ્યા છે દેવભૂમિ દેવળીયા ગામના સરપંચ મચીયાળા ના સરપંચ રાજસ્થળીના સરપંચ સહિત નાઓ એ આ બાબતે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા ગાંધીનગર કમલમ ખાતે પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
અહેવાલ: પ્રદિપ ઠાકર