- ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ જેની ઠુમ્મર રહ્યા ઉપસ્થિત
- પાટીદાર સમાજના અગ્રણી રહ્યા હાજર
અમરેલી લેટર કાંડમાં યુવતીના થયેલા રિકન્ટ્રક્શન મામલે ખોડલધામ ટ્રસ્ટ અને પાટીદાર સમાજના આગેવાનોની ચિંતન બેઠક યોજાઈ હતી. પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બાંભણિયા, રમેશ ટીલાળા , મનોજ પનારા, ચીમન હાપાણી, જયેન્દ્ર અકબરી વગેરે ખોડલધામ ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરિયા, મહિલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર અને સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. હાલ દીકરીને જેલમાંથી મુક્ત કરાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બાંભણિયા, રમેશ ટીલાળા , મનોજ પનારા, ચીમન હાપાણી, જયેન્દ્ર અકબરી વગેરે ખોડલધામ ટ્રસ્ટીઓ ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા સાંસદ ભરત સુતરિયા અને સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલા સહિત હાજર રહી હાલ દીકરીને બહાર લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટ ના દિનેશ બાંભણિયા એ જણાવ્યું હતું કે ખોડલધામના નરેશ પટેલની સૂચનાથી અમારી ટીમ અહીંયા આવી છે. દીકરીને જેલમાંથી મુક્ત કરાવવા માટે તમામ પ્રયાસો અમે કરી રહ્યા છીએ આ બાબતે ફરિયાદી સાથે પણ દીકરીનું નામ ફરિયાદ માંથી કમી કરવા માટે વાત કરી લેવામાં આવી છે અને કૌશિકભાઈ સાથે પણ વાત થઈ ગઈ છે તેઓએ પણ આ બાબતે એફિડેવિટ કરી આપવા સહમતિ બતાવી છે.
દીકરીના પરિવાર સાથેબે દિવસથી બેઠેલા જેનીબેન ઠુમ્મરએ પણ ચોખવટ કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી દીકરી પોતાના ઘરે પરત નહીં ફરે ત્યાં સુધી હું તેમના ઘરે જ રહીશ સાથે સાથે જણાવ્યું હતું કે આજ દિવસ સુધી હજુ દીકરીના પરિવાર સાથે કોઈએ પણ રૂબરૂ કે ટેલિફોનિક સંપર્ક કર્યો નથી ત્યારે આજે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા, રમેશ ટીલાળા, તેમજ મોરબી પાટીદાર અગ્રણી મનોજ પનારા તેમની ટીમ સાથે દીકરીના ઘરે પહોંચી દીકરીના પરિવારને મળી તમામ મદદ માટે પાટીદાર સમાજ સાથે રહેશે તેવી જણાવ્યું હતું. તો મહેશ કસવાળા એ પણ આજની તારીખમાં દીકરી બહાર આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું જણાવ્યું હતું.
સમગ્ર મામલા વિષે વાત કરવામાં આવે તો,
વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયું હતું, જેમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ પર ખોટી સાઈન કરાઈ હતી. લેટરમાં રેતી, દારૂ જેવા ગેરકાયદે પ્રવૃત્તિમાં હપ્તા કૌશિક વેકરિયા દ્વારા લેવામાં આવતા હોવાના ગંભીર સનસનીખેજ આરોપ લગાવાયા હતા, જેથી અમરેલી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળતાં અમરેલી પંથકના 100 જેટલા આગેવાનો કૌશિક વેકરિયાના સમર્થકો સમગ્ર ઘટનાને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને ગાંધીનગર સુધી પહોંચાડી રજૂઆતો કરવામાં આવી હતી. આ દરમિયાન અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરિયાએ ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં પોલીસે 28મી ડિસેમ્બરે તાલુકા ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસિયા, જશવંત ગઢ સરપંચ અશોક માંગરોળિયા, જિતુ ખાત્રા, પાયલબેન ગોટીની ધરપકડ કરી હતી અને આ ચારેય આરોપીને સાથે રાખીને પૂર્વ યુવા ભાજપપ્રમુખની ઓફિસ પર 29મી ડિસેમ્બરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. અહીં રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો. ચારેય આરોપીને લઈને પોલીસ પહોંચી ત્યારે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. સમગ્ર મામલે વઘાસિયાએ ભાજપના તાલુકા પ્રમુખ બનવા ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.
અહેવાલ: પ્રદિપ ઠાકર