- તાલુકા પોલીસ દ્વારા નાના મોટા વાહનો ઊભા રાખી ગાડીઓનું ચેકીંગ હાથ ધરાયું
- જિલ્લા પોલીસ વડાની સૂચનાથી તાલુકા ઇન્ચાર્જ PI સહિત ASI,કોન્સ્ટેબલ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરાયું
અમરેલી જિલ્લા પોલીસ તંત્ર 31 ડિસેમ્બર પહેલા એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા પોલીસને અને એજન્સીને હોટલ રીસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમ્યાન દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃતિની હેરાફેરી અથવા દારૂ લાવીને નશો ન કરે તે માટે સુચના અપાઈ છે. ત્યારે અમરેલી સાવરકુંડલા બાયપાસ ઉપર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અમરેલી તાલુકા ઇન્ચાર્જ PI ડાંગર સહિત ASI કે આર સોલંકી,કોન્સ્ટેબલ, કૌશિક ટિલાવત, અમરેલી ટ્રાફિક ચિરાગ જેસાણી ,સમીર કુરેશી દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ તમામ નાના મોટા વાહનો ઊભા રાખી ગાડીઓનું ચેકીંગ કરાયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર, 31 ડિસેમ્બર 2024 એટલેકે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલાક ઈસમો દ્વારા આ દિવસની – ઉજવણી નશો કરીને કે નશાની હેરાફેરી કરીને કરતા હોય છે. તેવા સમયે અમરેલી જિલ્લા પોલીસ તંત્ર 31 ડિસેમ્બર પહેલા એલર્ટ મોડમાં આવી ગયું છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા પોલીસને અને એજન્સીને હોટલ રીસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમ્યાન દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃતિની હેરાફેરી અથવા દારૂ લાવીને નશો ન કરે તે માટે સુચના અપાઈ છે.
જિલ્લાની બોર્ડર રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, કોસ્ટલ બેલ્ટ, ભાવનગર અને સોમનાથ નેશનલ હાઈવે વાહનો પ્રવેશતા હોય છે ત્યાં પોલીસે બેરીકેટ લગાવી ચેકીંગની કામગીરી શરૂ કરી છે.ત્યારે આજે અમરેલી સાવરકુંડલા બાયપાસ ઉપર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અમરેલી તાલુકા ઇન્ચાર્જ PI ડાંગર સહિત ASI કે આર સોલંકી,કોન્સ્ટેબલ, કૌશિક ટિલાવત, અમરેલી ટ્રાફિક ચિરાગ જેસાણી ,સમીર કુરેશી દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તમામ નાના મોટા વાહનો ઊભા રાખી ગાડીઓનું ચેકીંગ કરાયું હતું.
અહેવાલ: પ્રદિપ ઠાકર