- પાયલ ગોટીને ન્યાય અપાવવાના મામલે પુર્વ વિપક્ષના નેતા પરેશ ઘાનાણીએ ઘરણા કરી
- બહોળી સંખ્યામાં કોગ્રેસના આગેવાનો સહિતના રહ્યા ઉપસ્થિતિ
અમરેલી લેટરકાંડ મામલે કોગ્રેસના રાજકમલ ચોકમા ઘરણા કરવામાં આવી હતી. પાયલ ગોટીને ન્યાય અપાવવા ના મુદે પુર્વ વિપક્ષના નેતા પરેશ ઘાનાણીએ ઘરણા કરી હતી. તેમજ 24 કલાકના ઉપવાસ સાથે કોગ્રેસના આગેવાનો ઘરણા પર આવ્યા હતા. પરેશ ઘાનાણી લલીત કથગરા, પ્રતાપ દુધાત,વિરજી ઠુમ્મર, જેની ઠુમ્મર, કોગ્રેસના મહીલા આગેવાન ગીતા પટેલ સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતાં લેટરકાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે એપીસેન્ટર બની ગયું છે. ધારાસભ્ય કોશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી આજથી 24 કલાક માટે ‘નારી સ્વાભિમાન આંદોલન’ પર બેઠા છે. ધાનાણીના આ ધરણામાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો સાથે અન્ય કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે. કોઇ અનિચ્છિય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ધરણા પર બેઠેલા પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, ગઇકાલે કૌશિક વેકરિયાને બોલાવ્યા હતા કે જો તમે સાચા હોવ તો આવીને ચર્ચા કરો, ખુલાસો કરો પણ પાયલ પર તમે જે કર્યું છે એ યોગ્ય નથી. એમણે જે સીટની રચના કરી છે એના પર અમને ભરોષો નથી. ગઇકાલે કૌશિક વેકરિયા આવ્યા નહીં એટલે લાગે છે કે એમના પર જે આક્ષેપ થયા એ સાચા છે. કૌશિક વેકરિયા દોષિત છે, 40 લાખ રુપિાયનો હપતો ઊઘરાવે જ છે. એટલે જ કાલે જવાબ દેવા ન આવ્યા.
પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે પાયલ પર ખોટી ફરિયાદ થઇ અને બિનઅધિકૃત રીતે રાત્રે ધરપકડ થઇ, જાહેરમાં વરઘોડો કાઢ્યો અને અધિકારીઓ સામે જ મારમારવામાં આવ્યો. આટલું ઓછુ હોય એમ તપાસ માટે સીટની રચના કર્યા બાદ પણ રાત્રે મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવે એ કેટલું યોગ્ય છે. ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ આ પ્રકરણને પતાવવા માટે પ્રયત્ન કરે છે. દીકરી પર અન્યાય અને અત્યાચાર થયો છે એના વિરોધમાં અને દીકરીને ન્યાય અપાવવા માટે અમે ઉપવાસ પર બેઠા છીએ. આવનાર બે ત્રણ દિવસમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ આંદોલન કરવામાં આવશે. જવાબદાર પોલીસ અધિકારીઓને જ્યાં સુધી સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો ત્યાં સુધી અમે વિરોધ કરીશું. સરકારને અમે ચેતવણી આપીએ છીએ કે અમે ગમે તે ભોગે આ દીકરીને ન્યાય અપાવીને જ રહીશું.
હાઇકોર્ટમા પિટિશન દાખલ કરવા તજવીજ બનાવટી લેટરકાંડમાં પાયલ ગોટીએ ખુદ પોલીસ વડા ખરાત અને પીઆઇ પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા બાદ પોલીસ વડાએ જ SITની રચના કરી હતી. જોકે, પાયલ ગોટીએ આ સીટનો અસ્વીકાર કરી નિવૃત્ત જજની અધ્યક્ષતામા સીટ રચવાની માંગ કરી મેડિકલ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. બીજી તરફ આ મુદે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવા તજવીજ હાથ ધરાઇ છે.