કાલે જામનગર, જૂનાગઢ, ગોંડલ અને મોરબી સહિતના ઢગલાબંધ રૂટ રદ્દ
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલીમાં માર્કેટીંગ યાર્ડના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યાં છે.
આ કાર્યક્રમમાં જનમેદની ભેગી કરવા માટે રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા ૧૦૦ બસો દોડાવવામાં આવશે.
ઉપરાંત વડોદરા નજીકના સમારોહ માટે ૧૮૦૦ મળીને કુલ ૨૬૦૦ એસ.ટી. બસ રાજકીય પ્રચાર માટે ફાળવી દેવામાં આવી છે.
મુસાફરોને આવતીકાલે કલાકો સુધી એસ.ટી.બસ પકડવા માટે હેરાન થવું પડશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ ડેપોમાં એસ.ટી.બસ દોડાવવાની સુચના આપવામાં આવી છે.
વડાપ્રધાનના કાર્યક્રમ માટે મેદની ભેગી કરવા માટે એસ.ટી.બસો મફતમાં દોડાવીને ગામે-ગામથી લોકોને સમારોહના સ્થળે ઠાલવી દેવામાં આવશે.
જેના કારણે મુસાફરો રઝળી પડશે. કાલે સૌરાષ્ટ્રભરના જામનગર, મોરબી, જૂનાગઢ, જેતપુર, ગોંડલ સહિતના અનેક સ્થળોએથી એસ.ટી. દોડાવવામાં આવશે. જેના કારણે ઢગલાબંધ ‚ટો કેન્સલ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદી કાલે તેના જન્મદિવસ નિમિત્તે અમરેલીના પ્રવાસે જવાના હોય એસ.ટી.તંત્રની ૮૦૦ બસો દોડાવવામાં આવશે જેમાં રાજકોટથી ૧૦૦, જૂનાગઢથી ૧૫૦ ઉપરાંત અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર સહિતની બસો વહેલી સવારથી જ અમરેલી જવા ઉપડશે.
જેના કારણે અનેક ‚ટો કેન્સલ કરવા પડશે અને સામાન્ય પ્રજાની પરિવહનની પ્રક્રિયા અટકી પડશે.
આ અગાઉ પણ વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે અનેક એસ.ટી.બસો ફાળવવામાં આવી હતી. જેના કારણે મુસાફરો રઝળી પડયા હતા.