અમદાવાદમાં ફ્લાવર શો 2 દિવસ વધારવામાં આવ્યો છે. સાથેજ હવે મહાનગરપાલિકા દ્વારા પ્રવેડિંગ શૂટ અને ફિલ્મના શૂટીંગને લઈને પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે ફ્લાવર શો પહેલા 22 તારીખ સુધી હતો જેના બદલે હવે 24 તારીખ સુધી લંબાવામાં આવ્યો છે.
અમદાવાદ: શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આયોજીત ફ્લાવર શોની અવધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ ફ્લાવર શો પુર્ણ થવાનો હતો. પરંતુ લોકોની ડિમાન્ડ પગલે હવે 23 અને 24 જાન્યુઆરી સુધી ફલાયર શોને લંબાવવાનો નિર્ણય કરાયો છે. આ બે દિવસ દરમ્યાન પ્રી વેડીંગ શુટીગ કરી શકાશે જેના માટે 25 હજાર રૂપિયાની ફી દર નક્કી કરાયો છે. આ સિવાય કોઇ ફિલ્મનુ શુટીંગ કરવુ હોય તો તે પણ 23 અને 24 તારીખે કરી શકાશે. આ માટે એક લાખ રૂપિયા ફી દર નક્કી કરવામાં આવ્યો છે. બંને માટે શનિવાર થી બુકીંગ શરૂ કરાવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તારીખ 03-01-2025 ના રોજ થી અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર જનતા માટે ખુલ્યો મુકવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે ફ્લાવર શો 2025 માં મુખ્ય આકર્ષણ માં વિવિધ કાર્ટૂન કેરેક્ટર, ફ્લાવર બુકે, ઓલમ્પિક 2036 નો લોગો, મોર, ફ્લેમિંગો, ઊંટ, કેનિયન વોલ, ફ્લાવર સીટી તેમજ ફ્લાવર વેલી, ફ્લાવર આર્ક, બ્રિહદેશ્વર ટેમ્પલ વગેરે નો સમાવેશ થાય છે.
24 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શૉ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક, સુંદરતા અને પ્રતિકૃતિને નિહાળવા માટે આવે છે. ફ્લાવર શૉ 2025નો 3 જાન્યુઆરીથી પ્રારંભ કરાયો હતો, જેમાં 22 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શૉના બે દિવસ લંબાવીને 24 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. આ વખતે દેશની સંસ્કૃતિ અને વારસો, વૃદ્ધિ અને વિકાસ, ફ્લાવર વેલી સહિતના અલગ-અલગ 6 ભાગમાં વહેંચવામાં આવેલા ફ્લાવર શૉમાં સ્કલપચરથી લઈને આકર્ષક પ્રતિકૃતિઓ મુલાકાતીઓને નીહાળવા મળશે. જેમાં ફ્લાવર શૉ જોવા માટે આવતા લોકો રૂબરું અથવા QR કોડના માધ્યમથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે. આ સાથે ફ્લાવર શૉમાં આવતા લોકો QR કોડ સ્કેન કરીને ફૂલ અને સ્કલ્પચર વિશે ઓડિયો સ્વરૂપે માહિતી મેળવી શકશે.
ફ્લાવર શૉમાં પ્રિ-વેડિંગ શૂટ કરી શકાશે
ફ્લાવર શૉમાં પ્રિ-વેડિંગ શૂટ કરવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં શૉના અંતિમના બે દિવસમાં પ્રિ-વેડિંગ કરી શકાશે, જેમાં સવારના 7 વાગ્યાથી 9:30 સુધી પ્રિ-વેડિંગ કરી શકાશે, જેના માટે 25 હજાર ચાર્જ નક્કી કરાયો છે. જ્યારે ફિલ્મ શૂટિંગ માટે 1 લાખનો ચાર્જ ચૂકવવો પડશે.
વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન
અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું. 10.24 મીટર ઊંટાઈ અને 10.84 મીટર ત્રિજ્યાવાળા ફ્લાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન મળ્યું. અગાઉ આ પહેલાં આ રૅકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટીના નામે હતો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કરવામાં આવેલા ફ્લાવર-શો-2025ને સતત બીજા વર્ષે વૈશ્વિક બહુમાન પ્રાપ્ત થયું. ગત વર્ષે આયોજિત કરવામાં આવેલા ફ્લાવર શૉમાં સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સ્થાન મળ્યું હતું. સતત બીજા વર્ષે ફ્લાવર શૉમાં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકેને લઈ સિદ્ધિ મળી.
શું છે ટિકિટ દર
આ વર્ષે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ માં સવારે 08:00 થી સવારે 09:00 કલાક સુધી પ્રીમિયમ સ્લોટ રાખવામાં આવ્યો છે, તેમજ રાત્રે 10:00 થી 11:00 કલાક સુધી પ્રીમિયમ સ્લોટ રાખવામાં આવ્યો છે જેની એન્ટ્રી ફી રૂ. 500/- રાખવામાં આવી છે. અન્ય મુલાકાતીઓ માટે સવારે 08:00 થી રાત્રે 10:00 કલાક સુધી પ્રવેશ આપવામાં આવે છે. તારીખ 03-01-2025 થી તારીખ 07-01-2025 સુધી આશરે 3.25 લાખ લોકો ફ્લાવર શો ની મુલાકાત લઇ ચુક્યા છે.
ફ્લાવર શૉમાં દેશ-વિદેશના ફૂલો મુકાલાતીઓ માટે એક અલગ જ નજરાણું જોવા મળશે. આ વખતેના ફ્લાવર શૉમાં 30થી વધુ વિદેશી જાતના ફૂલોની સાથે 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરાયા છે અને 7 લાખથી વધુ રોપા સાથેની તૈયાર કરાયેલી 400 ફૂટની ક્રેનીયલ વોલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ફ્લાવર શૉમાં મુલાકાતીઓ ફૂલછોડ-રોપાની ખરીદી કરી શકે તે માટે ફૂડ સ્ટોલની સાથે નર્સરીના સ્ટોલ પણ લગાવામાં આવ્યા છે.
ફ્લાવર શો 2025ને મળેલ અદભુત પ્રતિસાદને ધ્યાનમાં લઈને નીચે જણાવ્યા મુજબ ફ્લાવર શો માં સૂચિત ફેરરફાર તેમજ 2 દિવસ માટે લંબાવવામાં આવેલ છે.
- તારીખ 22-01-2025 સુધી સૂચિત ફેરફાર નીચે મુજબ છે.
પ્રિ વેડિંગ શૂટિંગ માટે સવારે 07:00 કલાક થી 08:00 કલાક સુધી સ્લોટ આપવામાં આવશે જેનો ચાર્જ રૂ. 25,000/- રહેશે. જેમાં વધુમાં વધુ 10 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે.
- પ્રીમિયમ ટાઈમ સ્લોટ સવારે 08:00 કલાક થી સવારે 09:00 કલાક સુધી અને રાત્રે 10:30કલાક થી 11:30 કલાક સુધી રહેશે.
૩) અન્ય મુલાકાતીઓ માટેનો સમય સવારે 09:00 કલાક થી રાત્રે 10:30 કલાક સુધીનો રહેશે.
તારીખ 23-01-2025 અને તારીખ 24-01-2025 અંગેના સૂચિત ફેરફાર નીચે મુજબ છે.
મુલાકાતીઓનો સમય સવારે 09:30 કલાક થી સાંજે 05:30 કલાક સુધી નો રહેશે.
વેબ સિરીઝ તેમજ મુવી /એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટેનો સમય સાંજે 06:00 કલાક થી રાત્રે 12:00 વાગ્યા સુધીનો રહેશે જેનો ચાર્જ રૂ.1,00,000 નક્કી કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં વધુ 25 લોકો ને પ્રવેશ આપવામાં આવશે.