- આ રૂટ પર આવતા 14 સ્ટેશનમાંથી હાલ 7 રૂટ પર મેટ્રો દોડાવાય છે
- રેલ સેફ્ટી કમિશનરના ઈન્સ્પેક્શનથી ગુરુવારે મેટ્રો સવારે 10થી 4 બંધ
મેટ્રો રેલ સેફ્ટી કમિશનર દ્વારા મોટેરા સ્ટેડિયમથી સેક્ટર 1 અને GNLU થી ગિફ્ટ સિટી સ્ટેશન વચ્ચેના ફેઝ 2 કોરિડોરના નિરીક્ષણને કારણે ગુરુવારે મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ સેવાઓ સવારે 10:40 થી સાંજે 4 વાગ્યા સુધી સ્થગિત રહેશે. , એક સત્તાવાર રિલીઝ મંગળવારે જણાવ્યું હતું.
છેલ્લી ટ્રેન મોટેરાથી સવારે 10 વાગ્યે અને GNLUથી 9 જાન્યુઆરીએ સવારે 9:45 વાગ્યે ઉપડશે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે સેવાઓ સાંજે 4 વાગ્યાથી સામાન્ય રીતે ફરી શરૂ થશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી)એ સપ્ટેમ્બરમાં મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રોનું સંચાલન શરૂ કર્યું છે. આ રૂટ પર હાલ દર સવા કલાકે મેટ્રો દોડાવાય છે. મેટ્રોમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યા સતત વધી રહી છે. જીએમઆરસી દ્વારા આ રૂટ પર મેટ્રોની ફ્રિક્વન્સી વધારવા કવાયત શરૂ કરી છે.
મોટેરાથી ગાંધીનગર સેક્ટર -1 તેમજ જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધીના રૂટ પર 9 જાન્યુઆરીના રોજ કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (સીએમઆરએસ) દ્વારા ઈન્સ્પેક્શન કરાશે. જેના ભાગરૂપે 9 જાન્યુઆરીના રોજ સવારે 10.40થી સાંજે 4 વાગ્યા સુધી આ રૂટ પર મેટ્રો સેવા બંધ રહેશે. નિરીક્ષણ બાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતા ક્લીયરન્સ પ્રમાણપત્ર મળ્યા બાદ માર્ચ અંતમાં કે એપ્રિલની શરૂઆતથી આ રૂટ પર મેટ્રો દર 30થી 40 મિનિટ મળશે.
હાલમાં મોટેરાથી ગાંધીનગર સેક્ટર – 1 વચ્ચે આવેલા કુલ 14 સ્ટેશનમાંથી હાલ 7 સ્ટેશન મોટેરા, જીએનએલયુ, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઈન્ફોસિટી અને સેક્ટર-1 શરૂ કરી દેવાયા છે. 7 સ્ટેશન કોટેશ્વર, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જુના કોબા અને કોબા ગામ સ્ટેશન પર કામગીરી ચાલુ છે.
સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધા, ટ્રેકનું ઈન્સ્પેક્શન થશે
જીએમઆરસીના અધિકારીએ જણાવ્યું કે, મોટેરાથી ગાંધીનગર સેક્ટર – 1 વચ્ચે તેમજ જીએનએલયુથી ગિફ્ટ સિટી વચ્ચે સીએમઆરએસ દ્વારા ટ્રેક પર ફ્રિક્વન્સી વધારવા માટે જરૂરી સિગ્નલ સિસ્ટમ, ટ્રેક, સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓ વગેરેનું નિરીક્ષણ કરર ક્લીયરન્સ પ્રમાણ પત્ર આપશે. આ સંપૂર્ણ પ્રક્રિયામા 2 મહિનાનો સમય લાગે તેમ છે. માર્ચના અંતમાં એક એપ્રિલની શરૂઆતમાં આ રૂટ પર મેટ્રોની ફ્રિકવન્સી વધારાશે.