- નેત્ર સારવાર કેન્દ્રમાં સેવા ફાઉન્ડેશન ઇન્ડિયા અને એશિયાના હેડ કુલદીપ સિંઘ પધાર્યા
- પધારેલા મહેમાનોનું આગેવાનો દ્વારા સન્માન કરાયું
- કુલદીપ સિંઘે દર્દીઓ સાથે સંવાદ કરી સુવિધા વિશે જાણકારી મેળવી
અબડાસાના નલિયા ખાતે સેવા ફાઉન્ડેશન તથા અંધજન મંડળ કે.સી.આર.સી. આંખની હોસ્પિટલ ભુજ દ્વારા સંચાલિત નેત્ર સારવાર કેન્દ્રની શુભેચ્છા મુલાકાતે દિલ્હીથી સેવા ફાઉન્ડેશન ઇન્ડિયા અને એશિયાના હેડ કુલદીપ સિંઘ પધાર્યા હતા. તેમની સાથે સેવા ફાઉન્ડેશનના શ્રદ્ધાબેન, અમદાવાદ અંધજન મંડળના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.ધર્મેન્દ્ર જેના, સોમીન સર મેયતી, સેલેન્દર આર્ય,અરવિંદસિંહ ગોહિલ અંધજન મંડળ કે.સી.આર.સી. ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. કુલદીપસિંધએ દર્દીઓ સાથે સંવાદ કરી અને નલિયા વિઝન સેન્ટર ખાતે સુવિધા વિશે જાણકારી મેળવી હતી. તેમજ ઓપરેશન લાયક દર્દીઓને ભુજ ખાતે ઓપરેશન કરાવ્યા બાદ શું તકલીફ પડી ત્યાંની વ્યવસ્થા શું છે એ વિશે પણ સંવાદ કર્યો હતો. વિઝન સેન્ટર ખાતે પધારતા કુલદીપ સિંહ તેમજ શ્રદ્ધાબેન તમે ડોક્ટર ધર્મેન્દ્ર જેનાનું સૌ આગેવાનોએ સાલ દ્વારા સન્માન કરાયું હતું.
અબડાસાના નલિયા ખાતે સેવા ફાઉન્ડેશન તથા અંધજન મંડળ કે.સી.આર.સી. આંખની હોસ્પિટલ ભુજ દ્વારા સંચાલિત નેત્ર સારવાર કેન્દ્ર ની શુભેચ્છા મુલાકાતે ખાસ દિલ્લી થી પધારેલ સેવા ફાઉન્ડેશન ઇન્ડિયા અને એશિયાના હેડ કુલદીપ સિંઘ,સેવા ફાઉન્ડેશનના શ્રદ્ધાબેન,ડો.ધર્મેન્દ્ર જેના ડેપ્યુટી ડાયરેક્ટર અંધજન મંડળ અમદાવાદ,સોમીન સર મેયતી, સેલેન્દર આર્ય,અરવિંદસિંહ ગોહિલ મેનેજર અંધજન મંડળ કે.સી.આર.સી.ભુજ હાજરીમાં ખાસ દિલ્હીથી પધાર્યા હતાં.
કુલદીપસિંધએ દર્દીઓ સાથે સવાદ કરી અને નલિયા વિઝન સેન્ટર ખાતે સુવિધા વિશે જાણકારી મેળવી તેમજ ઓપરેશન લાયક દર્દીઓને ભુજ ખાતે ઓપરેશન કરાવ્યા બાદ શું તકલીફ પડી ત્યાંની વ્યવસ્થા શું છે એ વિશે પણ સાથે બેસીને વાત કરી ગુજરાત ભરમાં 18 જેટલા વિઝન સેન્ટર ખાતે સહયોગ આપતા સેવા ફાઉન્ડેશનના સર્વે સરવા કુલદીપ સિંહ,શ્રદ્ધાબેન સાથે અંધજન મંડળના આગેવાનો આંખની હોસ્પિટલ તેમજ ડે કેર સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર,ની મુલાકાત લઈ કેટલાક દર્દીઓ સાથે રૂબરૂ વાત કરી તેમજ ડે કેર સેન્ટર સાથે કેટલા દિવ્યાંગો આવે છે તેમજ ફિજીયો થેરાપી સેન્ટર ખાતે કેટલા દર્દીઓ આવે છે એ વિશે માહિતી મેળવી વિઝન સેન્ટર સંભાળતા ઉજવલ બહુગુણા તેમજ આંખ ના વિભાગ સૂર્યદીપસિંહ ગોહિલ અને અર્જુન ગઢવી વિશે વાત કરી હતી તેમજ ડે કેર સેન્ટર સંભાળતા શીતલબેન ગોસ્વામી અને મનીષાબેન ચંદે સાથે વાત કરી હતી તેમજ ફિઝિયોથેરાપી સેન્ટર સંભાળતા મયુરભાઈ આકવ્યા સાથે વાત કરી હતી. માનસિંગ વ્યક્તિઓને સંભાળતા સાથે વાત કરી હતી.
વિઝન સેન્ટર ખાતે પધારતા કુલદીપ સિંહ તેમજ શ્રદ્ધાબેન તમે ડોક્ટર ધર્મેન્દ્ર જેનાનું સૌ આગેવાનોએ સાલ દ્વારા સન્માન કર્યું હતું. રાજેશ પલણ પધારેલા સેવા ફાઉન્ડેશનના કુલદીપસિંધ જોડે અબડાસામા વધુમા વધુ સેવા કીય પ્રવૃતિ થાય તે વિશે વાત કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે કાનજીભાઈ ગઢવી પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત અબડાસા, ખેંગાર ગઢવી પ્રમુખ કિસાન સંઘ અબડાસા.મલય જોશી કોર્ડીનેટર VRTI નલિયા. મહેન્દ્ર વ્યાસ નિવૃત પ્રિન્સિપલ તેરા હાઇસ્કુલ.બાબુ સોની વેપારી અગ્રણી નલિયા નાનજીભાઈ સોલંકી સામાજિક અગ્રણી. નીતિન દરજી કાર્યકર્તા રાષ્ટ્રીય સ્વયં સંઘ સેવક નલિયા ભરતભાઈ દરજી સામાજિક આગેવાન નલિયા ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: રમેશ ભાનુશાલી