- ધરણા યોજી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાઈ
- વિવિધ સમાજના આગેવાનો તેમજ ભાઈઓ-બહેનો કાર્યક્રમમાં જોડાયા
અબડાસા તાલુકાના નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરાવવા માટે બહુજન આર્મી દ્વારા ધરણા યોજી એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું હતું. તેમજ બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા નલિયાના સ્થાનિકોની સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં અપૂરતી સુવિધાઓના અનુસંધાને લખન ધુવાએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીની રૂબરૂ મુલાકાત કરી અને લેખિત-મૌખિક રજૂઆતો કરી હતી. તેમજ માંગો તાત્કાલિક પૂરી કરવામાં નહિ આવે તો અબડાસા તાલુકાની જનતા સાથે રહી માંગો પૂરી કરાવવા માટે મોટો આંદોલન કરાશે તેવી ચીમકી પણ અપાઈ હતી. આ સંદર્ભે વિવિધ સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો ધરણા કાર્યકમમાં જોડાયા હતા.
અબડાસા તાલુકાના નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને તાત્કાલિક અશરથી પૂરી કરાવવા માટે બહુજન આર્મી દ્વારા નલિયામાં ધરણા યોજી તંત્રને ખુંટતી કડિયો પૂરી કરવા માટે એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું.
બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા, નલિયાના સ્થાનિકોની સાથે થોડાક દિવસો પહેલા નલિયા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની વિઝીટ કરવામાં આવી હતી. જેના અનુસંધાને લખન ધુવાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ને રૂબરૂ મુલાકાત કરી હતી. અને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી કે સામુહિક આરોગ્ય કેન્દ્ર નલીયા ટાઈપ (એ) માં આવે છે, અને નવી સ્ટાફ પેટર્ન સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે મંજુર થઈ છે, જે પ્રમાણે ત્રણ (3) મેડીકલ ઓફિસર અને પાંચ (5) સ્પેશિયાલિસ્ટ હોવા જોઈએ, જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર નલિયામા એક પણ કાયમી તબીબ નથી જે વહેલી તકે તબિબોની ઘટ કાયમી પુરી કરવામા આવે અને એમ્બ્યુલન્સ પણ નથી તે પણ કાયમી બે (2) એમ્બ્યુલન્સ આપવામાં આવે. અને સોનોગ્રાફિ તથા એક્ષરે જેવી સુવિધાઓ પણ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ લેબોરેટરી વિભાગને કાયમી શરૂ રાખવામાં આવે ઉપરાંત નલિયા સામૂહિક કેન્દ્રનું બાંધકામ ૪૮ વર્ષથી જૂનું છે.
તોડીને નવેસરથી બનાવવામાં આવે જેવી અનેક માંગો લખન ધુવાએ કરી હતી. જો માંગો તાત્કાલિક પૂરી કરવામાં નહિ આવે તો અબડાસા તાલુકાની જનતા સાથે રહી માંગો પૂરી કરાવવા માટે મોટો આંદોલન કરાશે તેવી ચીમકી પણ અપાઈ હતી.જે સંદર્ભે આજે તા.૦૭.૦૧.૨૦૨૫ ના રોજ બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા સાથે મયુરભાઈ બડીયા તેમજ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ સમાજના આગેવાનો અને સૈયદ તકીશા બાવા, અજીતસિંહ જાડેજા, સૈયદ જુસબછા, મામદ ગજણ, મનજી મહેશ્વરી શીખ સમાજના આગેવાન ગુરમીત સિંગ, ભૂપેન્દ્ર સિંગ, ભરત જેપાર, જકરિયા લોહાર, રણજીત સિંહ જાડેજા, કાનજી મહેશ્વરી, હરશી ચંદે, ચેતન સિહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, મનજી ફૂફલ, નલિયા કોલી સમાજ આગેવાન સુમારકોલી, ભાવેશ કોલી, દેવજી બુચિયા તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ધરણા કાર્યકમમાં જોડાયા હતા.
અહેવાલ: રમેશ ભાનુશાલી