કેમ્પનો કુલ 108 લોકોએ લીધો લાભ
19 દર્દીઓના ઓપરેશન ભોજાય સર્વોદય હોસ્પિટલ દ્વારા કરાશે નિઃશુલ્ક
અબડાસાના માંડવી સેવામંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ 108 લોકોએ લાભ લીધો હતો જેમાંથી 19 દર્દીઓના ઓપરેશન ભોજાય સર્વોદય હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કરી આપવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા માંડવી સેવા મંડળના ટ્રસ્ટી મંડળના ચંદ્રેશ શાહ, ભગવતી મોથરાઈ, સહિતનો સ્ટાફ સહયોગી રહ્યો હતો.
માંડવી સેવામંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મંગળવારના રોજ સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. માંડવી સેવા મંડળના પ્રમુખ અશોક શાહના પ્રમુખ પદે, અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધર ગડા “અધા” ના સાનિધ્યમાં યોજાયેલા આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પનો માંડવી તેમજ આજુ બાજુના ગામોના કુલ 108 લોકોએ લાભ લીધો હતો. જયારે 19 દર્દીઓના ઓપરેશન ભોજાય સર્વોદય હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાશે.
અશોકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપેલ હતો જયારે સેવામંડળના ટ્રસ્ટી દિનેશ શાહે કેમ્પની માહિતી આપી હતી. ભોજાય સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધર ગડાએ જણાવ્યું હતું કે, 2025ના નવા વર્ષથી દર માસે પહેલા રવિવારના માંડવી સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં આંખોની તપાસણીનો નિઃશુલ્ક કેમ્પ યોજાશે જેમાં આંખોનું નિઃશુલ્ક નિદાન કરી અપાશે અને દવા પણ નિઃશુલ્ક અપાશે. ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં કરી અપાશે.
આ તકે ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના આંખના ડો. સતિષ જોષીએ જણાવ્યું હતું કે, “મોતીયા મુકત કચ્છ” માં હવે માંડવી શહેર પણ જોડાય છે. જે લોકોને આંખોનું નિદાન કરાવવું હોય તેઓ દર સોમવારે થી શુક્રવાર સવારના 9 થી 12 વાગ્યા દરમ્યાન ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં આવી શકે છે.
માંડવી સેવા મંડળના ટ્રસ્ટી જયેશ શાહે આભાર દર્શન કરેલ હતું. કેમ્પને સફળ બનાવવા માંડવી સેવા મંડળના ટ્રસ્ટી મંડળના ચંદ્રેશ શાહ, ભગવતી મોથરાઈ, ભાવિન શાહે જહેમત ઉઠાવી હતી. દિપક સોની, ચેતના સોની, ડોલી રાઠોડ, રેખા એમ. સોની, મહેશ ભોજક સહીતનો સ્ટાફ સહયોગી રહ્યો હતો.
અહેવાલ: રમેશ ભાનુશાલી