- સાગર ખેડૂતોને ભારે મુશ્કેલી પડતી હોવાના આક્ષેપો
- લાઈટ, આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીનો અભાવ હોવાના આક્ષેપો
અબડાસા: કચ્છના જખૌ બંદર ખાતે 1969 થી માછીમારીની શરૂઆત હતી જે મોટો ઉદ્યોગ બની ગયું છે. જે સરકાર 4500 કરોડનું વાર્ષિક હૂંડીયામણ આપે છે. તેમ છતાં જખૌ બંદર ખાતે સાગર ખેડૂતોઓને પૂરતી સુવિધા આપવામાં ન આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે સાગર ખેડૂતોને ભારે મુશ્કેલી પડતી હોવાના આક્ષેપો કરાયા છે. લાઈટ, આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવના કારણે સાગર ખેડૂતોને હાલાકી પડતી હોવાનું જણાવી રહ્યા છે. તેમજ માછીમારોને રહેવા માટે પાકા મકાનો બનાવામાં આવતા નથી જેના કારણે શિયાળામાં ખુલ્લામાં રહેવા માટે માછીમારો મજબુર હોવાના આક્ષેપો કરાયા છે.
કચ્છના જખૌ બંદર ખાતે 1969 થી માછીમારીની શરૂઆત હતી જે આજે મોટુ ઉદ્યોગ બની ગયું છે જે સરકાર 4500 કરોડનું વાર્ષિક હૂંડીયામણ રડી આપે છે તેમ છતાં જખૌ બંદર ખાતે સાગર ખેડૂતોઓને સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી નથી. પ્રાથમિક સુવિધાઓના અભાવે સાગર ખેડૂતઓનું જીવન નર્ક સમાન બની ગયું છે. લાઈટ, આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટી ના અભાવ ના કારણે સાગર ખેડૂતને ખુબ મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. માછીમારોને રહેવા માટે પાકા મકાનો બનાવામાં આવતા નથી જેના કારણે ભર શિયાળામાં ગુજરાતના સૌથી ઠંડા રહેતા વિસ્તારમાં તેમને ખુલ્લામાં રહેવા માટે માછીમારો મજબુર બન્યા છે. તેવા આક્ષેપો સાગર ખેડૂતો અને માછીમારો દ્વારા કરવામાં આવ્યા હતા.
દરિયામાં માછીમારી કરવા માટે ફિશરીસ વિભાગ તરફથી સાગર ખેડૂતને ઓનલાઇન ટોકન આપવામાં આવે છે જખૌ બંદર ખાતે નેટવર્કના અભાવ ના કારણે સાગર ખેડૂતને 5 કિલોમીટર દૂર જઈ જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં ઓનલાઇન ટોકન લેવો પડે છે. જખૌ દરિયામાં લોબસ્ટર નામની કિંમતી માછલી મળી આવે છે જેની આંતરરાષ્ટ્રીય લેવલ ખુબ માંગ છે આ માછલીના માછીમારોને સારો ભાવ મળે છે પરંતુ જખૌ બંદર ખાતે લાઈટ ન હોવાના કારણે માછીમારો લોબસ્ટર માછલીને બોક્સમાં સમયસર પેક કરી શકતા નથી બરફ ક્રસિંગ કરવા માટેના સાધનો લાઈટ ન હોવાથી ચાલતા નથી જેના પરિણામે માછલી ખરાબ થાય છે માછીમારોને આર્થિક નુકશાન થાય છે માછીમારોની મહેનત પર પાણી ફરી વળે છે. ઉપરોક્ત તમામ આક્ષેપો સાગર ખેડૂતો અને માછીમારો દ્વારા લગાવવામાં આવ્યા હતા.
જખૌના માછીમારોને પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે વાત કરતા જખૌ માછીમાર અને બોટ એસોસીએશનના પ્રમુખ અબ્દુલાશા પીરજાદાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ માછીમારો પોતાના પરિવાર સહિત 10 મહિના માટે જખૌ ખાતે માછીમારી કરવા માટે આવતા હોય છે. સરકારને મત્સ્ય ઉદ્યોગ થકી કરોડો રૂપિયાની હૂંડીયામણ રડી આપતો માછીમાર વર્ગ હાલ ડચકા મારી રહ્યો છે. 2022 માં સરકાર દ્વારા જખૌ બંદર ખાતે ડિમોલેશન કરવામાં આવ્યું હતું એક બાજુ સરકાર કરોડો રૂપિયાના ખર્ચે જખૌ બંદર ખાતે 121 કરોડના ખર્ચે ‘સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ ફીશ હાર્બર’ તરીકે વિકસાવવા કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે તો બીજી બાજુ સરકાર માછીમારોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખી તેમને હેરાન કરી રહી છે જેના પરિણામે જખૌ બંદરના માછીમારોનું જીવન નર્ક સમાન બની ગયું છે.
જખૌ બંદર ખાતે માછીમારોને પડતી હાલાકી મુદ્દે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી ભુજના અધિકારી મહેશ દાફડાએ જણાવ્યું હતું કે હાલમાં જખૌના માછીમારોને ફિશરીશ ડિપાર્ટમેન્ટ તરફ શુદ્ધ પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવે છે આગામી સમયમાં અપડેટગ્રેશન ફિશિંગ હાર્બરનો પ્રોજેક્ટ પૂરું થયાં બાદ જે કામગીરી હાલે નથી થઇ શકતી તે કામગીરી કરવામાં આવશે અને વધુ વધુમાં સુવિધાઓ માછીમારોને આપવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.
વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે જખૌ ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધા જેવી કે આરોગ્ય, મોબાઈલ કનેક્ટિવિટી,લાઈટ, પાણી વિતરણ અને રહેવા સહિત જે સમસ્યાઓ છે તે મુદ્દે જિલ્લા કક્ષાની સંકલન સહ ફરિયાદ બેઠકમાં સંલગ્ન વિભાગ ચર્ચાઓ કરેલી છે જે તે વિભાગને લેખિત જાણ કરવામાં આવશે જખૌ ખાતે વહેલી તકે માછીમારોને પૂરતી પ્રાથમિક આપવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવશે.
અહેવાલ: રમેશ ભાનુશાલી