- ખાંભા ઉના રોડ પર ખડાધાર ગામ નજીક સર્જાયો અકસ્માત
- બોલેરો ગાડીમાં ખામી સર્જાતાં 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત, 20 લોકોને સામાન્ય ઇજા
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે ફરી એકવાર અમરેલીના ખાંભા ઉના રોડ પર ખડાધાર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ખાંભાના રબારીકા ગામેથી સગાઈ અર્થ દેવી પૂજક પરિવાર આવતો હતો અને બોલેરો ગાડીનો ગુડકો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો. તેમજ બોલેરો ગાડીમાં 30 થી 35 લોકો સવાર હતા. આ ઉપરાંત 20થી વઘુ લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થ ખસેડ્યા હતા. તેમજ 8 લોકોને ગંભીર ઈજાઓ થતા ખાંભા બાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
આ દુર્ઘટનામાં 20થી વધુ લોકોને ઈજાઓ પહોંચી
તો બીજી તરફ આ દુર્ઘટનામાં 8 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ખાંભામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ખાંભાના રબારીકા ગામથી સગાઈ માટે દેવીપૂજક પરિવાર જઈ રહ્યો હતો અને આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અનુસાર માહિતી મુજબ, અમરેલી જિલ્લાના ખાંભા-ઉના રોડ પર પિકઅપ વાનને અકસ્માત નડતાં 20થી વધુ મુસાફરોને ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ખાંભા-ઉના રોડ પર પિકઅપ વાનને અકસ્માત નડ્યો હતો. જેમાં ખાંભા તાલુકાના રબારીકા ગામેથી સગાઈના પ્રસંગ અર્થે દેવીપૂજક પરિવાર સહિતના સભ્યો અને મિત્રજનો પિકઅપ વાનમાં સવાર થઈ આવી રહ્યા હતા.
તે દરમ્યાન ખડાધાર ગામ નજીક અચાનક પિકઅપ વાનનો ગુડકો તૂટી જતા અકસ્માત સર્જાયો હતો. આ દરમ્યાન ખાંભા-ઉના રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, પિકઅપ વાનમાં સવાર 30 પૈકી 20થી વઘુ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોચી હતી, ત્યારે તમામ ઇજાગ્રસ્તોને ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 8 જેટલા ઇજાગ્રસ્તોને વધુ સારવારની જરૂર જણાતા અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.