- કુલ રૂ 8,55,000નો મુદામાલ કબ્જે કર્યો
- આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર, પોલીસ સબ ઇન્સપેક્ટર, પી.એન.ઝાલા સહિતના સ્ટાફ દ્વારા કરાઈ
અંજાર પોલીસે વરસાણા હાઈવે રોડ પર થયેલ ધાડના ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે 03 આરોપીઓ જમનશા ભચલશા શેખ,અબ્દુલરજાક હાજી જેથડા અને નાસીરશા ભચલશા શેખને પકડી પાડ્યા હતા. તેમજ ગુના કામે ઉપયોગમાં લીધેલ આઈ-20 ગાડી, હોન્ડા સીટી ગાડી,લાકડાનુ બેટ તથા 50,000 રોકડા અને મોબાઈલ સહિત કુલ રૂ 8,55,000નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એ.આર.ગોહીલ, પોલીસ સબ ઇન્સપેક્ટર જે.એસ.ચુડાસમા, પી.એન.ઝાલા તથા અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો અનુસાર, અંજાર પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ હરીયાણા રાજ્યના રાકેશ દેવીસીંગ રાજપૂતને ચીટર ગેંગ દ્વારા ફેસબુકના માધ્યમ દ્રારા સંર્પક કરી વિશ્વાસમાં લઈ રૂપિયા “એક કા ત્રીન”લાખ રૂપિયાની લાલચ આપી ફરીયાદીને બોલાવી આરોપીઓએ પોતાના કબ્જાની હોન્ડા સિટી ગાડીમાં બેસાડી લઈ જઈ બાદમાં અન્ય આરોપીઓને બોલાવી સાથે મળી એક સંપ થઈ તેમની પાસે રહેલ બેટ વડે ફરીયાદી તથા સાહેદ ઉપર હુમલો કરી માર મારી તેમની પાસે રહેલ ત્રણ લાખની લુંટ કરી ઘાડ પાડી આરોપીઓના કબ્જાની સફેદ કલ૨ની ગાડીમાં નાશી ગયેલ હોવાનુ ફરીયાદી દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી હતી.
જે અન્વયે અંજાર પીઆઈ એ.આર.ગોહીલની સૂચના આધારે બનેલ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલીક અંજાર પોલીસ દ્રારા પોતાના હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સર્વલેન્સ આધારે તેમજ ફરીયાદીએ જણાવેલ આરોપીઓના વર્ણન આધારે ધાડ લુંટ તેમજ ચીટીંગ કરતા ઈસમો પર વોચ રાખી સચોટ બાતમી આધારે ગુનાને અંજામ આપેલ ગેંગના મુખ્ય આરોપી સાથે બે આરોપી એમ કુલ-૦૩ આરોપીઓ જમનશા ભચલશા શેખ,અબ્દુલરજાક હાજીભાઈ જેથડા અને નાસીરશા ભચલશા શેખને પકડી ગુના કામે ઉપયોગમાં લીધેલ આઈ-૨૦ ગાડી, હોન્ડા સીટી ગાડી,લાકડાનુ બેટ તથા 50,000 રોકડા અને મોબાઈલ સહિત કુલ રૂ 8,55,000નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આગળની તપાસ ચાલુમાં છે. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એ.આર.ગોહીલ, પોલીસ સબ ઇન્સપેક્ટર જે.એસ.ચુડાસમા, પી.એન.ઝાલા તથા અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.
અહેવાલ: ભારતી માખીજાણી