- પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કરાવ્યું
- લુંટારાઓએ 3 લાખની કરી હતી લૂંટ
અંજાર: વરસાણા નજીક બે મિત્રોને માર મારી રૂા. 3 લાખની લૂંટ ચલાવનારા પૈકી ત્રણ શખ્સને અંજાર પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ હરિયાણાના ઝઝરમાં રહેનાર ફરિયાદી રાકેશ રાજપૂત સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવી તેને એક કા તીન કરવાની લાલચ આપી આરોપીઓએ તેને ગાંધીધામ બોલાવ્યો હતો, બાદમાં ફરિયાદી અને તેનો મિત્રને વરસાણા બાજુ લઇ જઇ છ શખ્સે માર મારી તેમની પાસેથી 3 લાખની લૂંટ કરીને નાસી ગયા હતા. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પકડી પાડયા છે. આરોપીઓ પાસેથી 8,55,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓનું સરઘસ કાઢી ઘટનાનું રીકન્ટ્રક્શન કારવામાં આવ્યું હતું. આ કામગીરીમાં પીઆઈ એ.આર ગોહિલ અને સ્ટાફ જોડાયા હતા.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, વરસાણમા યુવાનોને માર મારી લૂંટ ચલાવનારા ત્રણ ઝડપાયાયેલા આરોપીઓનું નીકળ્યું સરઘસ:પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કરાવ્યું. વરસાણા નજીક બે મિત્રોને માર મારી રૂા. 3 લાખની લૂંટ ચલાવનારા પૈકી ત્રણ શખ્સને અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયા હતા. હરિયાણાના ઝઝરમાં રહેનાર ફરિયાદી રાકેશ દેવીસિંઘ રાજપૂત સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવી તેને એક કા તીન કરવાની લાલચ આપી આરોપીઓએ તેને ગાંધીધામ બોલાવ્યો હતો, બાદમાં ફરિયાદી અને તેનો મિત્ર કુલદીપ અહીં આવ્યા હતા. બંનેને વરસાણા બાજુ લઇ જઇ છ શખ્સે માર મારી તેમની પાસેથી પાંચ લાખમાંથી રૂા. 3 લાખની લૂંટ કરીને નાસી ગયા હતા.
જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે દોડધામ આદરી હતી અને છ પૈકી કનૈયાબેના જમનશા ભચલશા શેખ, નાસીરશા ભચલશા શેખ તથા અંજારના અબ્દુલ રજાક હાજી જેથડા (ગરાસિયા) નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી કુલ રૂા. 8,55,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓએ આ લૂટને કેવી રીતે અંજામ આપ્યો તે બાબતે આજરોજ અંજાર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કામગીરી અંજાર પીઆઈ એ.આર ગોહિલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી
અહેવાલ: ભારતી માખીજાણી