- 2200 થી વધુ સહીઓ કરીને આ મુદ્દાને ઉકેલવા સહકાર આપ્યો
- બેઠકમાં સરકાર અને લડત સમિતિની તમામ કાર્યવાહીને લોકો સમક્ષ મુકાયા
અંજાર તાલુકાના મેઘપર બોરીચીની શિવધારા સોસાયટી ખાતે મેઘપર બોરીચી અંડર બ્રિજ લડત સમિતિ દ્વારા એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મેઘપરવાસીઓએ જે લડત સમિતિને મજબુત કરવા અને અંડર બ્રિજની સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તે માટે સોસાયટીના લોકો દ્વારા રર૦૦ થી વધુ સહીઓ કરીને આ મુદ્દાને ઉકેલવા સહકાર આપ્યો હતો અને આ બદલ આભાર માન્યો હતો. તેમજ આ બેઠકમાં સરકાર અને લડત સમિતિની તમામ કાર્યવાહીને લોકો સમક્ષ મુકવામાં આવી હતી. આ લડતના એક માત્ર મહિલા સદસ્ય રાધાબેન વૈષ્ણવએ મહિલાઓને એકઠા કરીને ખુબ જ ઉમદા કાર્ય કર્યુ હતુ. આ સમિતિ ભવિષ્યમાં વિસ્તારના હિતાર્થે કાર્ય કરવા સક્રિય રહેશે તેવું જણાવી લોકોને જોડાઈ રહેવા રાજેશ લાલવાણી દ્વારા અનુરોધ કરાયો હતો.
અંજાર તાલુકાના મેઘપર બોરીચીની શિવધારા સોસાયટી ખાતે મેઘપર બોરીચી અંડર બ્રિજ લડત સમિતિ દ્વારા એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મેઘપરવાસીઓએ જે લડત સમિતિને મજબુત કરવા અને અંડર બ્રિજની સમસ્યાનો જલ્દી ઉકેલ આવે એ માટે સોસાયટીના લોકો દ્વારા જે 2200 થી વધુ સહીઓ કરીને આ મુદ્દાને ઉકેલવા સહકાર આપ્યો હતો એ બદલ આભાર માન્યો હતો. આ બેઠકમાં સરકાર અને લડત સમિતિની તમામ કાર્યવાહીને લોકો સમક્ષ મુકવામાં આવી હતી. આ સમિતિના સદસ્યો બે વખત કચ્છ કલેકટરને રૂબરૂ મળ્યા.
ત્યારે એમનું મેઘપરવાસીઓ માટે સકારાત્મક અભિગમ રહ્યું, સમિતિના સહ સંયોજક યોગેન્દ્રસિંહ જાડેજાએ સમયાંતરે ગાંધીનગર સ્થિત સી.એમ.ઓફિસ, આર.એન.બી વિભાગમાં ફોન દ્વારા સંપર્કમાં રહી માહિતી એકઠી કરી હતી. અંજાર વિસ્તારનાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને સંકલન સમિતિએ વારંવાર મેઘપર બોરીચીના અંડર બ્રિજની સમસ્યાને રજુ કરી હતી. આ લડતના એક માત્ર મહિલા સદસ્ય રાધાબેન વૈષ્ણવએ મહિલાઓને એકઠા કરીને ખુબ જ ઉમદા કાર્ય કર્યુ હતુ. લડતના પ્રેણતા રામભાઈ કપ્તાએ અંડર બ્રિજ માટે કરેલ સંઘર્ષનું વિવરણ કર્યું હતુ. ૨૦૨૪નાં અંતમાં મેઘપર બોરીચી અંડર બ્રિજ માટે પાસ થયેલ ટેન્ડર રકમ અને નવા વર્ષ ૨૦૨૫માં મહાનગરપાલિકા જાહેરાતમાં તેને સમાવવાના સમાચારે ખુશી પ્રસરાવી છે. આ સમિતિ ભવિષ્યમાં વિસ્તારના હિતાર્થે કાર્ય કરવા સક્રિય રહેશે તેવું જણાવી લોકોને જોડાઈ રહેવા રાજેશ લાલવાણી દ્વારા અનુરોધ કરાયો હતો.
અહેવાલ: ભારતી માખીજાણી