- રધુનાથજી મંદિર હોલ સવાસર નાકા ખાતે કરાયું આયોજન
- નેત્રયજ્ઞના યજમાન દાતા કમળા ઠક્કર તથા શામજી ઠક્કર પરિવાર અંજારના વતની
- માનવ સેવાના મહત્વ અંગે દાતાએ આપી માહિતી
- ગર્ભ સંસ્કાર અંગે આપી માહિતી
અંજાર: માનવસેવા ચેરી. ટ્રસ્ટ અંજાર આયોજીત સદગુરૂ રણછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્રારા વિનામૂલ્યે નેત્રમણી નિદાન સારવાર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન રધુનાથજી મંદિર હોલ સવાસર નાકા અંજાર મધ્યે કરવામાં આવ્યું હતું. માનવીય અભિગમે સર્વ જ્ઞાતિજનો માટે યોજાતા દરમાસે એક દિવસીય વિનામૂલ્યે નેત્રયજ્ઞની શરૂઆત મહંતો ત્રીકમદાસજી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગ્ટય અને સદગુરૂ રણછોડદાસજી બાપુના પૂજન અર્ચનથી ભાવપૂર્વક કરાયેલ હતી. નેત્રયજ્ઞના યજમાન દાતા કમળા ઠક્કર તથા શામજી ઠક્કર પરિવાર અંજાર -કચ્છના વતની હતા. નેત્રયજ્ઞમાં ચા-પાણી નાસ્તા અને લાભાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
માનવસેવા ચેરી. ટ્રસ્ટ અંજાર આયોજીત સદગુરૂ રણછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્રારા વિનામૂલ્યે નેત્રમણી નિદાન સારવાર યજ્ઞનું આયોજન રધુનાથજી મંદિર હોલ સવાસર નાકા અંજાર મધ્યે કરવામાં આવેલ હતું. માનવિય અભિગમે સર્વ જ્ઞાતિજનો માટે યોજાતા દરમાસે એકદિવસીય વિનામૂલ્યે નેત્રયજ્ઞની શરૂઆત મહતો ત્રીકમદાસ મહારાજ(સચ્ચિદાનંદ મંદિર)ના વરદ હસ્તે દીપ પ્રાગ્ટય અને સદગુરૂ રણછોડદાસ બાપુના પૂજન અર્ચનથી ભાવપૂર્વક કરાયેલ હતી. નેત્રયજ્ઞના યજમાન દાતા કમળા ઠક્કર તથા શામજી હરિરામ ઠક્કર પરિવાર અંજાર-કચ્છ ના રહયા હતા.
જે નેત્રયજ્ઞમાં ખાસ અંજાર ટ્રસ્ટ ના પ્રમુખ હસમુખ કોડરાણી, શ્રેષ્ઠિઓ મહેન્દ્ર કોટક, મનસુખલાલ ગણાત્રા, દિપક કોડરાણી, રાજેશ સોમેશ્વર, વિઠલ્લદાસ આડઠકકર, તથા ડો. પ્રિન્સ , ડો.રાજેશ ખન્ના, યજમાન દાતા સાથે પરિવારજનો કનૈયાલાલ પલણ વગેરે સહ પરિવારજનો ઉપસ્થિત રહી જોડાયેલા હતા તેમજ નેત્રયજ્ઞના સેવાર્થી હિરાલાલ પરબીયાના ધર્મપત્ની સ્વ. હર્ષાબેનના માનમાં બે મિનિટ મૌન કરાયેલ હતુ. ઉપથિત સૌનું માનભેર સન્માન કરવામાં આવેલ અને યજમાન દાતા પરિવારને સ્મૃતિભેટ અર્પણ કરાયેલ હતી. પ્રસંગોચિત આર્શિવચન મંહતઓ આપ્યા હતા અને મંગલ કામના ઈચ્છી અને યજમાન દાતા સહને બિરદાવેલ હતા. આ નેત્રયજ્ઞમા 361 જેટલા લાભાર્થીઓની આંખોની તપાસણી ડોકટરો દ્વારા કરાયેલ જેમાંથી 112 જેટલા લાભાર્થીઓને રાજકોટ રણછોડદાસ બાપુ સદગુરૂ હોસ્પિટલે બસ વાહન દ્રારા ઓપરેશન માટે મોકલાયા હતા.
નેત્રયજ્ઞમાં ડાયાબિટિસ અને બી.પી તપાસ માટે જયશ્રીબેન, જગદીશ સાધુ, કલ્પના મહેતા, મહેશ જાની, ગજ્જર ભાઈવગેરે સેવા આપેલ હતી. તેમની સાથે જલારામ મહિલા સત્સંગ મંડળના બહેનો સેવામાં જોડાયા હતા. જયારે વોલ્યિન્ટર તરીકે શાન્તિલાલ આડઠકકર, હસમુખ ભીન્ડે, નરેશ ગાંધી, નિતિન કોટેચા, મહેન્દ્ર ભટ, જેન્તિલાલ ખોડીયાર, શાન્તિલાલ મજીઠીયા, આહિર ભાઈઓ, કલ્પેશ ઠા. વગેરેએ સારી એવી જહેમત ઉઠાવેલ હતી. નેત્રયજ્ઞમાં ચા-પાણી નાસ્તા અને લાભાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. અંતે સૌની આભારની લાગણી વ્યકત કરાઈ હતી. આ પ્રસંગે યજમાન પરિવારના વિપશી આચાર્ય જયંતીભાઈ એ વક્તવ્ય આપી માનવસેવાની યથાર્થતા વિશે જણાવી ટ્રસ્ટની સેવા ને બિરદાવી અને હર હંમેશ સહકાર આપવા ખાતરી આપી હતી.
અહેવાલ: ભારતી માખીજાણી