- 1થી 10 ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી પ્રતિકૃતિઓનું પ્રદર્શન કરાયું
- દરેક વિષયને લગતી 400 થી પણ વધુ પ્રતિકૃતિઓ તૈયાર કરાઈ
- વિદ્યાર્થીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરાયું
- વાલીઓએ પણ દરેક ક્લાસની લીધી મુલાકાત
અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલી અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અનોખી રીતે વાર્ષિક પ્રદેશનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1થી 10 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી પ્રતિકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન પિન્કી આહીરે રીબીન કાપીને કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ ગણિત જેવા વિષયો વધુ સરળતાથી સમજી શકાય તે માટે 400 થી પણ વધુ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. જેમાં દરેક વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓએ પણ દરેક ક્લાસ ની મુલાકાત લઈ પ્રતિકૃતિઓ નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલી અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અનોખો વાર્ષિક પ્રદર્શન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક વિષય ઉપર વિદ્યાર્થી દ્વારા પ્રતિકૃતિઓ બનાવી મૂકવામાં આવી હતી. અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલ વર્ષામેડી ખાતે આજરોજ એક અનોખી રીતે વાર્ષિક પ્રદેશની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એક થી કરી 10 સુધીના તમામ વિદ્યાર્થીઓના વિષયો પર દરેક ક્લાસમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી પ્રતિકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન પિન્કી આહીરે રીવિન કાપીને કરી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત તેમજ ગણિત જેવા વિષયો વધુ સરળતાથી સમજી શકાય તે માટે 400 થી પણ વધુ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી જેમાં દરેક વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓએ પણ દરેક ક્લાસ ની મુલાકાત લઈ પ્રતિકૃતિઓ નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા. વિવિધ થીંક પર આધારિત પ્રતિકૃતિઓ માટે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખાંસી મહેનત કરી છે તેવું શાળાના આચાર્ય ભૈરવી શર્મા તેમજ મુકેશ ઓઝાએ જણાવ્યું હતું.
અહેવાલ: ભારતી માખીજાણી