લસણમાં રહેલા ગુણધર્મો વ્યક્તિના સ્વાસ્થ્યને ટનાટન રાખતા હોવાનો સંશોધકોનો મત
ખાવા-પીવાની આદત સાથે વ્યક્તિની તંદુરસ્તી જોડાયેલી છે. સામાન્ય રીતે ખાવાપીવામાં રાખવામાં આવતી બેદરકારી જ નાના-મોટા રોગનું કારણ બનતી હોય છે. ચા પીને તંદુરસ્તી જળવાશે તેવી વાયકા વચ્ચે ચામાં આદુ, તુલસી સહિતના આરોગ્યવર્ધક પદાર્થો નાખવામાં આવે છે. પરંતુ નવા સંશોધન મુજબ જો ચામાં લસણ પણ નાખવામાં આવે તો વધુ ફાયદો થઈ શકે છે.
લસણમાં સ્વાસ્થ્યને તરોતાજા રાખતા અનેક ગુણધર્મો હોય છે. ગુજરાતમાં લગભગ દરેક રસોડામાં લસણનો ઉપયોગ તો હોય તેવું જોવા મળે છે. શાક સહિતની વાનગીમાં લસણ નાખવામાં આવે છે પરંતુ જો ચામાં પણ લસણ નાખવામાં આવે તો ફાયદો થાય છે. ખાલી પેટે લસણ ખાઈને એક ગલાસ પાણી પીવામાં આવે તો સ્વાસ્થ્ય ટનાટન રહે છે. લસણની ચા પીવાી મેટાબોલીઝમ વધે છે અને પાંચન તંત્રને ફાયદો થાય છે.
હૃદય રોગમાં લસણની ચા પીવાથી હાર્ટ એટેક થવાની શકયતા ઘટી જાય છે. આ ઉપરાંત શરીરમાં બ્લડ સકર્યુલેશન વધે છે. કોલેસ્ટ્રોલમાં ફાયદો થાય છે. શરીરમાં રહેલા ટોકસીકને ગાર્લીક ટીની મદદથી બહાર કાઢી શકાય છે. શરીરનું વજન ઘટાડવા માટે પણ ગાર્લીક ટી મહત્વની સાબીત થઈ જાય છે. નોંધનીય છે કે, લસણની ચા પીવાથી વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ કુદકે ને ભુસ્કે વધે છે, કોલેસ્ટ્રોલમાં પણ ફાયદો થાય છે. ઉપરાંત ઈન્ફેકશનથી થતાં રોગ સામે પણ લસણની ચા ફાયદો કરે છે. આ ઉપરાંત બ્લડ સુગરની તકલીફ હોય તો પણ લસણની ચા પીવાથી તેમાં રાહત મળતી હોવાનું સંશોધકોનું કહેવું છે.
લસણની ચા તૈયાર કરવાની રીત
લસણની ચા બનાવવાની પ્રક્રિયા એકદમ સરળ છે. ત્રણ કપ પાણી લઈ તેને ઉકાળો, ત્રણ-ચાર લસણની કળી લઈ તેના કટકા કરો. ઉકાળેલા પાણીમાં કટકા નાખો, ત્રણ થી ચાર મિનિટ ઉકળવા દો, ગેસ બંધ કરી ચાને ગાળી લો. તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરો. આ ચામાં આદુ પણ નાખી શકાય. આ ચાને લાંબા સમય સુધી સંગ્રહિને જરૂર મુજબ ગરમ કરીને ગમે ત્યારે પી શકાય છે.