નયારા એનર્જીના ડિરેકટર અને હેડ ઓફ રિફાઈનરી તરીકે પ્રસાદ પાનિકરની નિયુક્તિ
નયારા એનર્જીએ આજે પ્રસાદ કે. પાનિક૨ની ડિરેકટ૨ તથા હેડ ઓફસ રિફાઈનરી અને બોર્ડ ઓફ ડિરેકટ૨ તરીકે નિમણૂક ર્ક્યાની જાહેરાત કરી છે.
પ્રસાદ પાનિક૨ તેમની નવી ભૂમિકામાં નયારા એનર્જીની વાડિના૨ રિફાઈનરીના વ્યવસાય અને કામગીરીને આગળ વધા૨શે. કાર્યક્રમો અને યોજનાઓના પત્રકોના સલામત, વિશ્ર્વસનીય અને કાર્યક્ષમ અમલીક૨ણ માટે તેઓ રિફાઈનરી કામગીરીનું નેતૃત્વ,વ્યવસ્થા અને માર્ગદર્શન ક૨શે. તેઓ સીઈઓ બી. આનંદને રિપોર્ટ ક૨શે અને નયારા એનર્જી બોર્ડમાં જોડાશે. નયારા એનર્જીમાં જોડાતા પહેલા પ્રસાદ બીપીસીએલની કોચિરિફાઈનરીના એકિઝક્યુટિવ ડિરેકટ૨ હતા. તેઓ અત્યંત સ્પર્ધાત્મક અને નીતિ આધારિત વાતાવ૨ણમાં સોંપાયેલા જટિલ અને પડકા૨જનક કાર્યોનું સંચાલન કરે છે, વિવિધ તેલ અને ગેસ ઉદ્યોગનો ૩૬ વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓની પાસે રિફાઈનરી વ્યૂહ ૨ચના અને કામગીરી, જોખમ વ્યવસ્થાપન અને આરોગ્ય તથા સલામતી અંગે ઊંડાણપૂર્વકની કુશળતા છે.
નિમણૂક અંગે ઘોષણા ક૨તાં નયારા એનર્જીના સીઈઓ બી. આનંદે જણાવ્યું હતું કે, નયારા એનર્જીમાં પ્રસાદ કે. પાનિક૨ને આવકા૨તાં મને આનંદ થાય છે.જેમ નયારા એનર્જી પિ૨વર્તનના આગામી તરંગ માટે તૈયા૨ છે ત્યારે મને વિશ્ર્વાસ છે કે પ્રસાદ કંપનીની વૃધ્ધિની સંભાવનાને મહત્તમ બનાવવા માટે સકારાત્મક કામગીરી ક૨શે. નયારા એનર્જીના ડિરેકટ૨ અને હેડ ઓફ રિફાઈનરી પ્રસાદ કે. પાનિકરે જણાવ્યું હતું કે, નયારા એનર્જી તેની વૈશ્ર્વિક કક્ષાની સંપત્તિ, મજબૂત ઘરેલું હાજરી અને વૈશ્ર્વિક પિતૃત્વ સાથે પિ૨વર્તનશીલ ઊર્જા ઉદ્યોગમાં એક અનોખી તક આપે છે. હું ટીમ અને બોર્ડમાં જોડાવા માટે આનંદ અનુભવું છું. હું વાડિના૨ રિફાઈનરીને વૈશ્ર્વિક બેંચમાર્ક તરીકે નવી ઊંચાઈએ પહોંચાડવા તથા વધુ મજબુત બનાવવા માટે કુશળતા અને નેતૃત્વ પ્રદાન ક૨વામાં મારા સાથીદારો સાથે મળીને કામ ક૨વા આતુ૨ છું. પ્રસાદે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી એમબીએ અને કે૨ળના થ્રિસુ૨ની સ૨કારી ઈજનેરી કોલેજમાંથી કેમિકલ એન્જિનિયિરંગની ડિગ્રી પ્રાપ્ત કરી છે.