તરણ સ્પર્ધા, હોડી સ્પર્ધા, આતશ બાજીતથા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દીવ મુકિતદિનની યાદગાર ઉજવણી
એક સમયે પોર્ટુગીઝ શાસનની ચુંગાલમાં ફસાયેલા દીવને મુકિતમળી ૫૭ વર્ષ પહેલા ૧૯ ડિસેમ્બરે દીવ સ્વતંત્ર થયું તે દિવસને દીવના નગરજનો દીવ મુકિતદિન તરીકે ઉજવે છે. ૫૮ વર્ષ પહેલા ભોગવેલ ગુલામીના દિવસો બાદ સ્વતંત્રરાજમાં આઝાદીના શ્વાસ લેવાનો લ્હાવો જ કઈક ઔર હોય છે. બસ આજ દીથી આજદિન સુધી ૧૯ ડિસેમ્બર દીવ વાસીઓ માટે સોનાનો સુરજ ઉગવા સમાન છે. આમ તો દીવ ગુજરાતની ભાગોળે આવેલ કેન્દ્ર શાસિત રમણીય ટાપુ છે. દીવમાં જવા માટે ગુજરાતના ઉના અને કેશરીયાથી બે માર્ગ છે આજ દિન સુધી સમગ્રરાજય અને દેશ-વિદેશના પ્રવાસીઓ દીવની સૌંદર્યતાને માણવા આવે છે.
દીવ પ્રશાસન દ્વારા પણ દિન-પ્રતિદિનપ્રવાસીઓની સુવિધા માટે ઘણા આયોજન કર્યા છે. અહીં આવતા પ્રવાસીઓ વૈશ્વીક પ્રવાસી સુવિધા મેળવે તે માટે દીવને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે.એક સમયે વેરાન ગણાતા નાગવા બીચમાં હાલ પર્યટકો માટે અદ્યતન સુવિધા ઉપલબ્ધછે. અહીં રહેવા-ખાવાની અદ્યતન હોટલો સાથે નાગવા બીચ ઉપર રાઈડીંગ-સી રાઈડીંગ સહિતની સુવિધા ઉપલબ્ધ છે અને પ્રવાસીઓ માટે નાગવા બીચ હોટ ફેવરીટ સ્થળ બની ગયું છે.
આ ઉપરાંત દીવમાં ઐતિહાસિક કિલ્લો જાણે બોલીવુડના કલાકારોને ફિલ્મ નિર્માણ માટે પણ આકર્ષિત કર્યો છે. પુરાતન દરીયાના વચ્ચે આવેલ જેલ તેની સુરંગો અને થોડા સમય પહેલા આ જેલને એક રેસ્ટોરન્ટની જેમ ડેવલપ કરેલ પરંતુ હાલ તે બંધ થઈ ગઈ છે. દીવમાં અનેક ઐતિહાસિક બારીક કોતરકામ અને પુરાતન વારસો ધરાવતા ચર્ચ છે. અહીં આવતા પ્રવાસીઓ માટે હોટલોમાંપ્રવાસીઓની અનુકુળતા મુજબની સુવિધા કિફાયતી દરે ઉપલબ્ધ છે.
નાગવા બીચ જતા પોઠીયા દાદાની જગ્યાએ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે જયાં દીવ જિલ્લા પંચાયત અને જોલાવાડી ગ્રામ પંચાયત અને જોલાવાડી ગ્રામ પંચાયત દ્વારા આકર્ષક બાગ બગીચા અને મનોરંજનની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. આમ દીવના પ્રવાસે આવતા પ્રવાસીઓ હવે વિશ્વા ના કોઈપણ આધુનીક પ્રવાસન સ્થળની સરખામણીએ અહીં વધુ આનંદ અને કિલ્લોલ કરી એક સુમધુર યાદો પોતાની સાથે લઈને પરત ફરે છે.
આજે બપોરે ૩ કલાકે તરણ સ્પર્ધા, ૪કલાકે હોડી સ્પર્ધા, સાંજે ૭ થી ૭:૧૫ કલાકસુધી આતશબાજી તથા સાંજે ૭:૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજનકરવામાં આવ્યું છે. જેમાં જીજ્ઞેશ કવિરાજ, વિક્રમ ઠાકોર, કિંજલ દવે, ગીતારબારી, વિજય સુંવાળા, જીતુ પંડયા તથા ગ્રીથાકંસારા લોકડાયરામાં સાહિત્યરસ પીરસશે.