સુવિધા કેન્દ્રોથી યુવાનો માટે રોજગારની નવી તકોનું સર્જન થશે
રાજય સરકાર નાના વેપારીઓની જીએસટીનેલગતી મુશ્કેલીઓના સમાધાન માટે ગ્રામ્ય વિકાસ વિભાગ સુવિધા કેન્દ્રોની શરૂઆત કરશે તેમજ બ્લોક લેવલે રોજગારીની તકોનુય પણ સર્જન કરશે. ગ્રામ્ય વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લીવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા પોતાનું માધ્યમ જીએસટી સુવિધા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેથી જીએસટીનાં ફાયદાઓ નાના ઉદ્યોગકારો અને ઈન્ડિસ્ટ્રી સુધી પહોચી શકશે.
યુવાનોને જીએસટી આસિસ્ટન્ટ તરીકે નોકરી કરવાની સુવર્ણ તક મળશે. ગ્રામ્ય વિકાસના કમિશ્નર મોના ખંધાર જણાવે છે કે ક્ષમતા વધારવાની સાથે નાના તેમજ મધ્યમ ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવામાં આવશે જીએલપીસી પાસે રાજયભરનું મોટુ નેટવક્છે. જે જીએસટી સુવિધા કેન્દ્રો માટે દરેક જિલ્લાઓમાં યુવાનોને ટ્રેનીંગ આપી શકે છે. જીએસટીનાં જીઆઈપીએલ તેમજ આઈટીસીની સુવિધા માટેના કરારો ઉદ્યોગપતીઓ માટે લાભદાયક રહેશે.
ખંધારે જણાવ્યું હતુ કે જીએસપીમાં પણ અંગ્રેજી સહિત હિન્દી તેમજ ગુજરાતી ભાષાનો સમાવેશ થશે. અને આ સર્વીસ કેન્દ્રો જીએસટીનું ભંડોળ વધારવા માટે પણ મદદરૂપ થશે આમ નાના ઉદ્યોગોને પણ શાંતી રહેશે અને વેપારની નવી તકોનું સર્જન થશે. ઉલ્લેખનીય છેકે જીએસટી આવવાથી થયેલા વિરોધનો વંટોળ છે. શાંત થયો છે. ત્યારે ઉદ્યોગપતી અને વેપારીઓને ગૂડસ એન્ડ સર્વીસ ટેકસની મહત્વના સમજાય છે.
સુવિધા કેન્દ્રો નાના તેમજ મધ્યમ વેપારીઓ માટે મદદરૂપ થશે તેમજ યુવાનોને નોકરીની તકો મળી રહેશે અને ગ્રામ્ય વિસ્તારનાં ઉદ્યોગોને વિકાસ પણ શહેરી વિસ્તારના વેપાર સમાન ઝડપી કરવામાં આવશે આમ ગુજરાત નાના વેપારીઓને જીએસટીની મુશ્કેલીઓમાંથી ઉગારવાના પ્રયત્નો હાથ ધરશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com