જીએસટીની અમલવારી યાને ૧૦ મહિના જેટલો સમય વીતી ગયો છે. જીએસટીની અમલવારી પહેલા સરકારે વેટનું વળતર ચૂકવવાનું વચન વેપારીઓને આપ્યું હતું. પરંતુ હજુ સુધી આ વળતર ચૂકવવામાં ન આવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
તાજેતરમાં ચીફ સેક્રેટરી દ્વારા ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની બેઠક આ મુદ્દાને લઈ મળી હતી. વેટ અને જીએસટીના કલેકશનમાં બહોળો તફાવત જોવા મળતા ઉદ્યોગોને કઈ રીતે વળતર ચૂકવવું તે અંગે રાજય સરકાર ગડમલ અનુભવી રહી છે. પરિણામે ૧૦ મહિના વિત્યા હોવા છતાં હજુ સુધી વેટનું વળતર વેપારીઓને ચૂકવાયું ની.
આ મામલે સુત્રોના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ઉત્પાદકો હાલ વેટનું વળતર ન ચૂકવાતા પરેશાન થઈ રહ્યાં છે. વેટ અને જીએસટી વચ્ચેની આવકમાં સમતોલન ન રહેવાના કારણે સરકાર હાલ આ મુદ્દે યોગ્ય નિર્ણય લઈ શકી ની. જેથી સનિક વેપારીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.બીજી તરફ રાજય સરકારે વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં વેટના વળતર અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવા પ્રયાસો શરૂ કર્યા છે. ૧૦-૧૦ મહિના સુધી વેપારીઓની કોણીએ ગોળ ચોંટાડી હવે સરકાર રોષનો ભોગ બની રહી છે. વેપારીઓ દ્વારા વેટના વળતરને લઈ રજૂઆતો કરાયા બાદ પણ હજુ યોગ્ય ઉકેલ આવ્યો નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com