નિફટીમાં પણ ૫૦ પોઈન્ટનો ઉછાળો: રૂપિયો ડોલર સામે ૧૬ પૈસા મજબૂત
સપ્તાહના અંતિમ દિવસે આજે ભારતીય શેરબજારમાં ત્તેજીનો ટોન જોવા મળ્યો હતો. ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા દિવસથી ચાલી આવતી મંદીને ચાલુ સપ્તાહે બ્રેક લાગતા રોકાણકારોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે.
આજે સવારે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી બન્ને ઉંચકાયા હતા. ખાસ કરીને બેંક નિફટીમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. બેંક સેકટરે આજની ત્તેજીની આગેવાની લીધી હોય તેવું લાગતું હતું. યશ બેન્કમાં ૨.૫ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતા જોવા મળતા રોકાણકારોએ ફરી એક વખત ભારે વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર શરૂ કર્યો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦:૩૦ કલાકે સેન્સેકસ ૨૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૬૦૨ અને નિફટી ૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૧૦ પર ટ્રેડ કરી રહ્યાં છે. સ્મોલ કેપ અને મીડ કેપ ઈન્ડેક્ષમાં પણ સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ત્તેજીમાં બજાજ ફાયનાન્સ, ઝી એન્ટર ટેઈન, હિરો મોટર કોપ અને યશ બેંકમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.