નરેન્દ્રભાઈ મજબૂત લોકપ્રિય-દીર્ઘદ્રષ્ટા જનનાયક : આધુનિક શક્તિશાળી વિકસિત રાષ્ટ્ર ના સ્વપ્નદ્રષ્ટા
સતત પરિશ્રમ અને સંઘર્ષ સાથે સફળતા ના શિખર સર કરી પારદર્શી પ્રામાણિક પ્રજાલક્ષી શાસન દ્વારા ભારત ને વિશ્વ માં ગૌરવ અપાવનાર નરેન્દ્રભાઈ મોદી ભારત અને ભાજપનું ગૌરવ : રાજુભાઈ ધ્રુવ
ગુજરાતનાં સપૂત અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, આજે ગુજરાત અને ભારતની પ્રગતિ અને ઉન્નતીમાં નરેન્દ્ર મોદીનો ફાળો બહુમૂલ્ય છે. નરેન્દ્રભાઈ મોદી જેવા પુરુર્ષાવાદી અને પરાક્રમી પ્રધાનમંત્રીનાં મજબૂત નેતૃત્વમાં દેશને સુશાસનનો લાભ મળી રહ્યો છે. તેમના નિષ્કલંક, પારદર્શી અને પ્રામાણિક શાસનમાં ભારતને વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાની પ્રબળ ઈચ્છાશક્તિ જોઈ શકાય છે. છેલ્લાં ચાર વર્ષથી દિવસ-રાત નરેન્દ્રભાઈ મોદી ૧૨૫ કરોડ ભારતીયોની આશા-આકાંક્ષા અને અપેક્ષાને પૂર્ણ કરવાની જહેમત ઉઠાવી રહ્યાં છે. એ અગાઉ જ્યારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ વિશ્વ ફલક પર તેમણે ગુજરાતને ખરા અર્થમાં ગૌરવવંતા રાજ્ય તરીકેની ઓળખ અપાવી મોડેલ સ્ટેટ બનાવ્યું હતું. ગુજરાતને પ્રત્યેક ક્ષેત્રમાં યશ અને કીર્તિ અપાવવામાં નરેન્દ્રભાઈનો ફાળો અમૂલ્ય છે. પરિણામ સ્વરૂપે આ વાત ટાઈમ્સ પત્રિકાએ પણ મોદીનો ફોટો કવરપેજ પર આપીને કબૂલી હતી. સંઘર્ષ દ્વારા શરૂઆત થી શિખર સુધીની સફર ખેડનાર નરેન્દ્રભાઈ મોદી ભારત અને ભાજપનું ગૌરવ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંત્યોદય એટલે કે અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના આશયથી સરકારી યોજનાનાં કેન્દ્રમાં ગરીબ અને સામાન્ય માનવીનાં હિતનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત તેઓ વિર્દ્યાીઓ, યુવાનો અને મહિલાઓ પ્રત્યે સવિશેષ લાગણી દાખવી તેમની સુખાકારી માટે ચિંતિત છે. નરેન્દ્રભાઈની વિદેશી નીતિનાં કારણે વૈશ્વિક મંચ પર વિશ્વના લોકતંત્ર સમક્ષ ભારતની વાસ્તવિક ક્ષમતા-ભૂમિકા સ્પષ્ટપણે રજૂ થઈ છે. તેમની રાજ્ય-રાષ્ટ્રીય રાજનીતિની કારકિર્દી અભ્યાસ કરતા માલૂમ પડે કે, તેમને માત્ર દેશસેવા અને પ્રજાહિતને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે. તેઓનાં દરેક કાર્ય અને વિચાર પાછળ માત્રને માત્ર દેશહિત અને લોકસેવા રહેલી હોય છે. પ્રતિભાવાન પ્રધાનમંત્રી તરીકે કરેલા કાર્યોનાં કારણોસર લોકલથી ગ્લોબલ કક્ષાએ મોદીજીની નોંધ લેવાઈ તેમના વખાણ થઈ રહ્યા છે.
નરેન્દ્રભાઈ મોદી એક લોકપ્રિય-પ્રજાપ્રિય જનનાયક છે. તેઓ સમાજની દરેક સમસ્યાઓને દૂર કરવા માટે સતત પ્રતિબદ્ધ છે. તેમને લોકોની વચ્ચે જવું, તેમની ખુશીઓમાં ભાગ લેવો તેમના દુ:ખોને દૂર કરવાનું ખૂબ ગમે છે. તેઓ લોકો સુધી પહોંચવા અને તેમના જીવનમાં બદલાવ લાવવા માટે ટેકનોલોજીનો આધુનિક રીતે ઉપયોગ કરે છે. ભારતના સૌથી મોટા ટેકનોસેવી નેતાના રૂપમાં ઓળખ બનાવનાર નરેન્દ્રભાઈથી કોઇપણ વ્યક્તિ સરળતાથી સંપર્ક કેળવી શકે છે. તેઓ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે કે આજે જ્યારે દેશનાં વડાપ્રધાન છે ત્યારે જરા પણ બદલાયા નથી. તેમનામાં ઘણીબધી હકારત્મક ખાસિયતો રહેલી છે જેનો વિરોધી પણ સ્વીકાર અને પ્રશંશા કરતા થાકતા નથી.
નરેન્દ્રભાઈ મોદી જેવું પ્રામાણિક અને પારદર્શી વ્યક્તિત્વ દેશને મળવું એ સૌભાગ્યની બાબત છે. પુરુર્ષાવાદી રાજપુરુષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને પરમાત્મા યશસ્વી દીર્ઘાયુષ્ય આપે અને તેનો લાભ ભારતને મળતો રહે એવુ જણાવી તેમનાં સ્વાસ્થ્યની મંગલકામના સાથે રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે તેઓને શુભેચ્છા પાઠવી હતી.