આ ફિલ્મ ન જોવા લાખો સંકલ્પ પત્રો ભરાશે: પદ્માવત સંઘર્ષ સમિતિ ‘અબતક’ના દ્વારે
રાજકોટ શહેરમાં એક નવા આયમનો આરંભ થયો છે. રાજકોટ શહેરના તમામ સમાજની સર્વ સમાજ બેઠક આજે રાજકોટ હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે મળી હતી. જેમાં તમામ સમાજે પદ્માવત ફિલ્મ સામે લડી લેવાના નિર્ધાર સાથે જાહેર કરાયું કે, કયારેય પણ કોઈ પણ સમાજ કે સંસ્કૃતિને ઠેસ પહોચાડે તેવા એકપણ કૃત્યો સાંખી નહી લેવાય અને તમામ સમાજ ખંભે ખંભા મિલાવીને બતાવી દેશે કે રાજકોટ રંગીલુ તો છે જ સાથે સંપીલુ પણ છે.
પદ્માવત સંઘર્ષ સમિતિની નેજા તળે સર્વ સમાજની બેઠકમાં નરેન્દ્રસિંહ જાડેજા (શાપર)ની અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરાઈ હતી. અધ્યક્ષ પદેથી નરેન્દ્રસિંહએ પોતાના વકતવ્યમાં કહ્યુંં કે, તમામ સમાજની એવી પ્રબળ ઈચ્છા હોય છે કે રાજકોટના કોઈપણ પ્રશ્ર્ન મુશ્કેલીને સાથે મળીને સુચા‚ અભિગમથી પાર પાડી માં પદ્માવતીને લઈને રાજકોટ વાસીઓને એકતાના સૂરની તક સાંપડી છે.કચ્છ કાઠીયાવાડ ગરાસિયા એસોસીએશનના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજાએ કહ્યું કે કોઈપણની ગરીમા ઈજજતની સરખામણી નાણા કમાવવાની કૂટતા માટે કરાય એ કયારેય સાંખી ન શકાય. પાટીદાર સમાજ, સરદાર પટેલ ફાઉન્ડેશનના આગેવાન એડવોકેટ જી.એલ. રામાણીએ કહ્યું ભારતનો ઈતિહાસ ગૌરવવંતો રહ્યો છે જેને મારી મચોડીને રજૂ કરીએ સહન ન થાય.
રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ બળવંતસિંહ સિંધવે જણાવ્યું કે સંજય લીલા ભારતીય, હિન્દુ સંસ્કૃતિને કાયમી પણે ખરાબ ચિતરવી, સમાજ સમાજમાં વૈમનસ્ય કે ખટરાગ ઉભા થાય હિન્દુ સમાજમાં ફાંટા પડે તેવી દેશવિરોધી કે દ્રોહી પ્રવૃત્તિ ફિલ્મ માધ્યમો દ્વારા કરે છે જેને સબક શીખવવાનો સમય પાકી ગયો છે.
પરશુરામધામ ભુદેવ સેવા સમિતિનાં સમીર ખીરાએ કહ્યું સમગ્ર બ્રહ્મ સમાજ ભારતીય હિદનારીના અપમાન, સંસ્કૃતિ માટે લડતમાં પાછી પાની નહી કરે. રાજુભાઈ જોષીએ કહ્યુંં હિન્દુસ્તાનનું બંધારણ ધર્મ આધારીત, બીન સાંપ્રદાયિક છે જેમાં કોઈ ધર્મની લાગણી દુભાવી ન જોઈએ.
ભરવાડ સમાજવતી રાજુ ઝુંઝાએ કહ્યું કે આ કોઈ એક સમાજ નહી સમગ્ર સમાજનો પ્રશ્ર્ન છે. આ લડત તેમજ રાજકોટ તથા હિન્દુ સંસ્કૃતિમાં ભરવાડ, માલધારી સમાજ કાયમ આગળ રહેશે. ચારણ સમાજના અગ્રણીઓ હરેશભાઈ ગઢવી સહિતનાએ જણાવ્યું કે, ધર્મનું રક્ષણ કરશું તો આપણુ રક્ષણ થશે.શિવસેના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ જીમ્મીઅડવાણીએ કહ્યું કે હિન્દુ ધર્મ સમાજ સાથે ચેડા કરવાની કુટેવ પડી ગઈ છે. હવે આ કુટેવને કાયમી ઉકેલ કાઢવો જ પડશે.
કાઠી ક્ષત્રીય સમાજના આગેવાનો પૈકી સત્યેન્દ્રસિંહ ખાચરે કહ્યું કે હિન્દુત્વની આ લડાઈમાં શાસ્ત્રથી લઈ શસ્ત્ર સુધીનો લડાઈમાં વિજય મેળવવા સાથે છીએ. રઘુવંશી સમાજ વતી ઉપસ્થિત અગ્રણીઓમાં શૈલેષભાઈ ગણાત્રાએ કહ્યું સમાજ વતી કરેલા રણકારમાં ક્ષત્રીયોએ જે બલીદાનો આપ્યા છે તેનું ‚ણ ચૂકવવાનો અવસર આવ્યો છે. રઘુવંશીઓ પણ ક્ષત્રીય સમાજનું જ અભિન્ન અંગ ક્ષત્રીયો છે તો રઘુવંશીઓનો સાથ હોય જ. રાજપુત સમાજ વતી આગેવાન જે.વી. હેરમા એ શબ્દો વર્ણવ્યા કે જેને ચિતોડ જોયું છે જે ધરા અને માં પદ્માવતીના જોહર સ્થળની રજ સાથે ચડાવી છે તે આ ઈતિહાસને વિકૃત ચીતરનાર માટે બલીદાન દેતા કે જીવ લેતા ખચકાશે નહીં.