રાજકોટના ૧પ૦ ફુટ રીંગ રોડ પર રર દિવસથી ચાલતી વિતક સાહેબ ચર્ચાની ભવ્ય પુર્ણાહુતિ
વિતક સાહેબ ચર્ચાનો બહોળી સંખ્યામાં પ્રણામી સમાજના લોકોએ લાભ લીધો
પૂર્ણબ્રહ્મ સચ્ચીદાનંદ પરમાત્મા કોણ છે ? જન્મ-મરણ સુખદુ:ખ અવિરત ચાલ્યા કરે છે તેના નિયંતા કોણ છે બધી આત્માઓના પ્રિયતમ પરબ્રહ્મ જ પ્રાણનાથ છે. જાગૃત બુઘ્ધિના તારતમ જ્ઞાનથી પરમતત્વની પ્રાપ્તિ થાય છે. જે સંસારની નવ પ્રકારની ભકિતથી અલગ જ અનન્ય પ્રેમ લક્ષણાનો માર્ગ છે. જેના દ્વારા પરબ્રહ્મની પ્રાપ્તિ સહજ રીતે થાય છે જે અંતર્ગત રાજકોટના ૧પ૦ ફુટ રીંગ રોડ નાનામવા ચોક ખાતે પ ઓગષ્ટથી રર ઓગષ્ટ સુધી શ્રી મુખ વિતક સાહેબ ચર્ચાની ગઇકાલે ભવ્યાથી ભવ્ય પુર્ણાહુતિ થઇ હતી. જેમાં બહોળી સંખ્યામાં પ્રણામી સમાજના લોકો ઉમટયા હતા અને બહેનો દ્વારા મુખ વિતક સાહેબ ચર્ચાના અંતિમ દિવસે મહાઆરતી કરવામાં આવી હતી.છેલ્લા ૧૭ દિવસ ચાલેલી મુખ વિતક સાહેબ ચર્ચામાં વકતા જયોત્સનાબેન બાંભોલીયા દ્વારા પુર્ણબ્રહ્મ સચ્ચિદાનંદ પરમાત્મા કોણ છે તેના પર ચર્ચા કરી જેમાં તેઓએ પ્રણામી સંપ્રદાયના લોકોને જણાવ્યું હતું કે, એકમાત્ર ઉત્તમ પુરૂષ અક્ષરાતીત સચ્ચિદાનંદ પરબ્રહ્મ જ પરમાત્મા છે.
ત્રણ પુરૂષો ક્ષર, અક્ષર અને અક્ષરાતીતની ત્રણ સૃષ્ટિઓ છે. જે ક્રમશ: જીવ, ઇશ્વરી અને બ્રહ્મસૃષ્ટિ છે. રાસમાં લીલા કરવાવાળા અક્ષરાતીતનો આવેશ બ્રહ્મસૃષ્ટિ સહિત આ જાગણી બ્રહ્માંડમાં આવ્યો તથા અક્ષરાતીત પરબ્રહ્મ પ્રાણનાથજીના સ્વરુપે આ સંસારમાં જાહેર થયા છે.બધી આત્માઓના પ્રિયબ્રહ્મ જ પ્રાણનાથ છે. આપણે સૌએ પ્રાણનાથજીની ઓળખાણ કરી દીલમાં વસાવી જાગૃત થઇએ.
સતર દિવસ સુધી સતત ચાલનાર મુખ્ય વિતક સાહેબ ચર્ચામાં અનેક અગ્રણીઓ અને મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા. જેનું અબતક ચેનલ પર જીવંત પ્રસારણ બપોરે ૪ થી ૬ દરમિયાન થયું હતું.