ખાલિસ્તાન તરફી જાહેર થયેલા વિડીયો બાદ વિવાદ ટાળવા ઇમરાનખાન સરકારની સ્પષ્ટતા: આવતીકાલે કરતારપુર કોરિડોટનું થશે ઉદધાટન
શિખધર્મના કેન્દ્ર બિંદુ જેવા ભગવાન ગુરુ નાનક સાહેબના ભારત સહીતના વિશ્ર્વમાં શિખ યાત્રાળુઓ માટે ઉભા કરવામાં આવેલા કરતારપુર કોરિડોરમાં પાકિસ્તાનનો સરકારે શિખ યાત્રાળુઓ દર્શન દરમિયાન કોઇપણ રાજદ્વારી પ્રવૃતિઓ ન કરે તેવો આદેશ કર્યો છે.
ગુરુનાનક સાહેબની પપ૦મી જન્મ જયંતિ નીમીતે કરતારપુર કોરીડોરનું ઉદધાટન થયું છે. પાકિસ્તાન ની કિટ્ટી બીપીના ચેરમેન ડોકટર અઝીજ અહમદે જણાવ્યું હતું કે કરતારપુર ગુરુદ્વારા ખાતે યોજાનારા મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર શિખ ભાવિકોએ કર્તા સ્થળની ગરીમા જાળવીને અહીં કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ નહિ કરી શકાય.
તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકારે ભાગલા વખતે અહીંથી ભારતમાં હિજરત કરી ગયેલા હિન્દુઓ અને શિખોની વિદાય બાદ આ ધર્મ સ્થળ નું મુળભુત રીતે અસ્તિત્વ જળવાઇ રહે તેવું જતન કર્યુ છે.
ડો. અઝીર અહેમદને તાજેતરમાં જાહી કરેલા થયેલા ચાર મીનીટના વિડીયોમાં ખાલિસ્તાનની પોસ્ટર અને જનૈવસીં ભીંદરાણાશની વિડીયો કલીપ અંગે જણાવ્યું હતું કે તે અંગે હું જાણતો નથી પરંતુ અહી આવનારા શિખ યાત્રાળુઓ પર રાજકીટ પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ભારત તરફના કરતારપુર કોરિડોરનું આવતીકાલે આઠ નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાન તરફનો દરવાજો ઇમરાન ખાનને હાથે ખોલવાનું ઉદધાટન કરવામાં આવશે.
અત્યારે ૧૫૦૦થી વધુ શિખ શ્રઘ્ધાળુઓ વાધા બોર્ડરથી યોજાનારી ગુરુનાનક દેવની પપ૦મી જન્મ જયંતિનીઉજવણીમાં ભારતમાંથી ૪૫૦૦ શિખ શ્રઘ્ધાળુઓ પાકિસ્તાન જનારા છે.