શહેરીજનોને સહેલાઈથી ઓર્ગેનિક ખેત પેદાશો મળી રહે તે હેતુથી આયોજીત પ્રદર્શનમાં ગ્રાહકોનો સીધો સંપર્ક વેચાણ અર્થે આવેલા ખેડુતો સાથે કરાવવામાં આવે છે
શહેરીજનોને સહેલાઈથી ઓર્ગેનીક ફૂડસ મળી રહે, અને લોકો ઓર્ગેનીક ખાધસામગ્રી આરોગવાનો જ આગ્રહ રાખે તે હેતુથી સીસ્ટર નિવેદીતા સ્કૂલ ખાતે ઓર્ગેનીક ચીજવસ્તુઓનાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાદ્યવસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શનને શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
પ્રદર્શનનાં આયોજક બાલાસાહેબે જણાવ્યું હતુ કે ઓર્ગેનીક ખાધસામગ્રી અંગે લોકોમાં ઘણી ગેરસમજ હતી પરંતુ હવે રાજકોટની જનતા સાત્વીક આહાર માટે જાગૃત થઈ ચૂકીછે. આ પ્રદર્શનમાં શહેરીજનોને અહી ઉપસ્થિત ખેડુત સાથે સીધો સંપર્ક કરાવવામાં આવે છે. જેથી શહેરીજનોને પણ તાજી ખાધ સામગ્રી મળી રહે અને ખેડુતોને પણ સારી આવક થા ખેડુત મિત્રો અહી બે બે લાખ સુધીનો વ્યાપાર કરે છે. આ પ્રસંગે ગ્રાહક શ્રુતિબેન જૈને જણાવ્યું હતુ કે તેઓ મધ્યપ્રદેશના છે. મધ્યપ્રદેશમાં ઓર્ગેનીક વસ્તુઓ અંગે લોકોમાં જાગૃતી નથી રાજકોટથી પ્રેરણા લઈને મધ્યપ્રદેશમાં પણ આ જાગૃતી લાવવાના પ્રયત્નો હાથ ધરવાની જ‚ર છે.