રીઝવાન ફાઉન્ડેશનના સ્થાપક અને જાણીતા મોટીવેશનલ સ્પીકર રીઝવાન આડતીયાએ ‘અબતક’ ચાય પે ચર્ચામાં યુવાનોને ધીરજ સાથે દિર્ધ દ્રષ્ટિએથી નિર્ણયો લેવા આપી સલાહ
આજના સમયમાં મેનપાવરની અછત છે તેમાં પણ ખાસ કરીને યુથ માટે ભરપુર તકો છે. આવા સમયમાં યુથે લોગ ટર્મનુ: વિઝન રાખીને આગળ વધતા રહેવાની જ‚ર છે. યુથને મોટીવેટ કરવા તેમજ આ અંગે વિસ્તૃત ચર્ચા કરવા માટે રીઝવાન ફાઉન્ડેશનના સ્થાપક અને જાણીતા મોટીવેશનલ સ્પીકર રીઝવાન આડતીયા અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહ્યા હતા.
ભારતનું યુવાધન વિશ્ર્વમાં સર્વશ્રેષ્ઠ
રીઝવાન આડતીયાએ જણાવ્યું હતું કે વર્લ્ડ રીવ્યુના રીપોર્ટમાં ભારતના યુવા ધનને સૌથી શકિતશાળી જાહેર કરવામાં આવ્યું છે. યુવા ધનને કેન્દ્રમાં રાખીને જ ચીન અને જાપાન પણ શકિતશાળી બન્યું છે. આપણા યુથની શકિતને આપણે નથી ઓળખી શકયા પરંતુ વિશ્ર્વએ ઓળખી લીધી છે આપણે યુથને આગળ રાખીને ચાલવાની જ‚ર છે.
સફળતા માટે દિર્ધદ્રષ્ટિ અને ધીરજ અનીવાય
આજે વિશ્ર્વ દર મીનીટે ડેવલોપ થઇ રહ્યું છે. યુથને સફળ થવું હોય તો દુનીયાની સાથે ચાલવું જ‚રી છે. દુનિયાની સાથે ડેવલોપ થવા માટે તેમજ પરીવર્તન સાધવા માટે યુથે તણાવમાં ન આવવુ જોઇએ. યુથે પોતાના ગોલ નકકી કરી માત્ર તેમાં જ સર્ંપર્ણ ઘ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. યુથે દિર્ધદ્રષ્ટિ રાખીને ધીરજથી કામ લેવું જોઇએ. સફળતા તાત્કાલીક મળતી નથી જેથી ધીરજ અનીવાર્ય છે.
વધુમાં તેઓએ પોતાના અંગત જીવન વિશે વાત કરતા જણાવ્યું હતું કે હું મઘ્યમ વર્ગીય પરીવારમાંથી હતો. મને ભણવામાં રસ ન હતો. ૧૯૯૬માં ૧૭ વર્ષની ઉમરે હું આફ્રિકા ગયો હતો. મારુ શિક્ષણ ઓછું હોવાથી મારી આફ્રિકામાં ખુબ સ્ટ્રગલ કરવી પડી હતી. હું ધીરજ અને હાર્ડવર્કથી આગળ વઘ્યો છું. બધી તકલીફોમાં તક છુપાયેલી હોયછે. જેની માત્ર ધીરજપૂર્વક રાહ જોવાની હોય છે. આફ્રિકામાઁ તે સમયે એશીયનો સાથે ભેદભાવ કરવામાં આવતા હતા. એશીયનો પૈસા લુંટે છે તેવું આફ્રિકનો માનતા હતા. ભારત પાછુ ન આવવું પડે તે માટે મુશ્કેલીઓનો સામનો કરીને હું ૩૦ વર્ષ સુધી ત્યાં રહ્યો છું.
આવનાર દશક યુથ માટે ઘણી તકો લાવશે
આજના સમયમાં યુથ તકલીફોથી નાસીપાસ થઇ જાય છે. યુથમાં ધીરજનો અભાવ છે. તેઓ ટુંકા ગાળાનું વિચારે છે. અને ટુંકાગાળાની મોજ મજા માટે લાંબાગાળાની તકો ગુમાવે છે. વધુમાં તેઓએ ભારપૂર્વક કહ્યું હતું કે, ૨૦૨૦ થી ૩૦ નો દશકમાં યુથ માટે ઘણી તકોનું નિર્માણ થશે. અને વાલીઓએ પણ પોતાના સંતાન માટે દિર્ધદ્રષ્ટિથી નિર્ણયો લેવા જરુરી છે. સ્પર્ધાઓ આજે જીંદગીનો એક ભાગ બની ગઇ છે. તમામ ક્ષેત્રમાં સ્પર્ધાઓ છે જે પહેલાના સમયમાં પણ હતી પરંતુ અત્યારે તેનું પ્રમાણ વઘ્યું છે સ્પર્ધા સફળતા માટેની ચાવી છે.
ફાઉન્ડેશનનો ૨૦૨૦નો પ્લાન વડાપ્રધાન સમક્ષ રજુ કર્યો
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હું આભારી છું દોઢ માસ દરમ્યાન તેઓને મળવા માટે મને ૩ વખત એપોઇમેન્ટ મળી હતી. અમારા ફાઉન્ડેશન દ્વારા ભારતમાં ૪૦ પ્રોજેકટ કાર્યરત છે. આ ઉપરાંત આફ્રિકા બાંગ્લાદેશ સહીતના ઘણા દેશોમાં અમારા પ્રોજેકટ કાર્યરત છે. વડાપ્રધાન મોદી સમક્ષ મે અમારા ફાઉન્ડેશનનો ૨૦૨૦ સુધીનો પ્લાન રજુ કર્યો હતો. જે મોદીને ગમ્યો હતો. અને તેઓએ સરકાર તરફથી સહયોગ આપવાની ખાત્રી આપી હતી. અમારું ફાઉન્ડેશનનું સ્થાપન બે વર્ષ પહેલા જ થયુઁ હતું. ટુંકા ગાળામાં અમારા કાર્યની ઉચ્ચા સ્થાને નોંધ લેવાઇ રહી છે જેથી હું ખુબ ખુશ છું.
રીઝવાન ફાઉન્ડેશનનું કાર્ય
અમારા ફાઉન્ડેશન દ્વારા ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ નિ:સ્વાર્થ ભાવે કરવામાં આવી રહી છે. જેમાં હેલ્થ, એજયુકેશન, અરલી ચાઇલ્ડ ડેવલપમેન્ટ, તરછોડાયેલા સીનીયર સીટીઝન, વુમન એમ્પાવરમેન્ટ સહીતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં અમે ૪૦ મહીલા સીનીયર સીટીઝનોને સિંગાપોર અને મલેશિયાના પ્રવાસે લઇ ગયા હતા. તેમજ ગત માર્ચ મહીનામાં ૬૫ સિનીયર સીટીઝનોને દુબઇના પ્રવાસે લઇ ગયા હતા.
આગામી સપ્ટેમ્બર માસમાં ૫૦ સીનીયર સીટીઝનોન સીંગાપોરના પ્રવાસે લઇ જવાનું આયોજન કર્યુ છે. એજયુકેશન ઉપર અમે ખાસ ઘ્યાન આપી રહ્યા છીએ. કારણ કે માત્ર એક બાળક જો શિક્ષીત બનેતો તેની આવનાર પેઢી સુધરી જાય છે. આ ઉપરાંત છેલ્લા છ મહીનાથી અને સીનીયર સીટીઝનો માટેની પ્રવૃત્તિઓમાં પણ વધુ ઘ્યાન આપી રહ્યા છીએ.
હેલ્થની પ્રવૃત્તિઓમા: અમે બોડી ચેકઅપ, આંખનું ચેકઅપ અને સારવાર, હેલ્થ વિશે જાગૃતિ તેમજ ચોખ્ખાઇ વિશે જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છીએ. અમારા ફાઉન્ડેશન દ્વારા માળીયા હાટીના ગામ દત્તક લેવામાં આવ્યું છે. ૧૮ હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામના ૩ હજારથી વધુ ઘરોમાં અમે ગ્રીન અને રેડ આમ કુલ બે કચરા પેટી આપી છે.
બંનેમાં અલગ અલગ કચરો નાખવાથી શું ફાયદો થાય છે તેનું માર્ગદર્શન અમારી ટીમ દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં અમે કચરો ઉપાડવા માટેનું વાહન લઇ આપ્યું છે. આવનાર દિવસોમાં માળીયા હાટીનામાં પ્લાસ્ટીકનો વપરાશ નહિવત થઇ જાયએ દિશામાં અમારી ટીમ ત્યાં કાર્યરત છે.
મુખ્યમંત્રી અમારા સેવા કાર્યમાં સહયોગી બન્યા છે
ફેબ્રુઆરી માસમાં હું અમારા ફાઉન્ડેશન માટે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીને મળ્યો હતો ત્યારે વિજયભાઇ સાથે ઘણી ચર્ચા કરી હતી. તેઓએ અમારા ફાઉન્ડેશનને ઘણો સહયોગ આપ્યો છે. આ ઉપરાંત બીજા રાજનેતા ઓ તરફથી પણ અમને સહયોગ મળ્યો છે. ઘણી સસ્થાઓ દ્વારા મને એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યો છે. માત્ર બે વર્ષમાં અમારા કાર્યને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે.
ધર્મના નામે ઘણી દિકરીઓ તક ગુમાવે છે
અમારા ફાઉન્ડેશનની જનરલ મેનેજર મહીલા છે. ભગવાને મહિલા અને પુ‚ષ બંનેને સમોવડી શકિત અર્પી છે. માતા-પિતાના મનમાં દીકરી માટે હંમેશા એક ડર હોય છે આ ઉપરાંત સમાજના ડરથી પણ દીકરીઓને સારી તક મેળવા દેતા નથી. લોગ કયા કહે ગે ? આ વિધાન આગળ વધવામાં અવરોધ બને છે. દરેક સમાજ પંચાતથી ઘેરાયેલો હોય છે માતા પિતા કે દિકરીઓએ સમાજની પરવાહ કર્યા વગર આગળ વધવું જોઇએ.
ધર્મના નામે ઘણી દીકરીઓ તક ગુમાવે છે આજના સમયમાં ડિવોર્સનું પ્રમાણ વઘ્યું છે. જો દિકરી શિક્ષીત હશે ત ડિર્વોર્સ બાદ પગભર થઇને સ્વનિર્ભર બની શકશે. આ અંગે જાગૃતિ લાવવી ખુબ જ‚રી છે.
સશકિતકરણ એટલે કવોલીટી ઓફ લાઇફ
નવી પેઢી બીન્દાસ છે. મહીલાઓમાં પણ ધીમે ધીમે ફેરફારો જોવા મળી રહ્યા છે. સાચુ સશકિત કરણ એટલે કવોલીટી ઓફ લાઇફ મહીલાઓમાં રહેલો ડર એ એક નકારાત્મક ભાગ ભજવે છે. માતા પિતાએ અન્ય બાળક સાથે પોતાની દિકરી કે દિકરાની તુલના કરવાનું ટાળવુ જોઇએ. તુલના કરવાથી બાળકો તણાવમાં આવે છે.
યુથ માટે સ્કાય ઇઝ બીગનીંગ
યુથ પોતાનામાં છુપાયેલી ખરી શકિતને ઓળખી લે અને તેને ડેવલોપ કરી તો સફળ બની શકે છે. યુથ માટે સ્કાય ઇઝ એન્ડીંગ નથી, સ્કાય ઇઝ બીગનીંગ છે. ભારતનાં યુથના ઘણા સારા પાસા છે અને ખરાબ પાસા પણ છે. યુથ આજે વ્યસનો અને બીજી અન્ય ખરાબ આદતોથી ઘેરાયેલો છે. યુથને પોતાની જાત ઉપર વિશ્ર્વાસ ઓછો છે અને સહનશકિત પણ ઓછી છે જો સફળ બનવું હોય તો રીસ્ક લઇને હાર્ડવર્ક કરવું જરુરી છે. આજની હાલત મહત્વની નથી, શું એચીવમેન્ટ કરવું છે તે મહત્વનું છે.