કડીવાર મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલ તા વૃંદાવન વાટીકા અક્ષર પાર્કના સંયુક્ત ઉપક્રમે આયોજન: ડાયાબિટિશ, હૃદયરોગ માટે કાર્ડિયોગ્રામ, વા-સંધિવાના દર્દી માટે યુરીક એસીડ, લોહીની તપાસ ફ્રીમાં કરી અપાશે: સેવાભાવીઓ ‘અબતક’ની મુલાકાતે
કડીવાર મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલ તેમજ વૃંદાવન વાટીકા અક્ષર પાર્ક દ્વારા કાલે સરપદળ ગામે પેરેડાઈઝ સ્કૂલ ખાતે વિનામુલ્યે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિદાન કેમ્પ સવારે ૧૦ ી ૧ દરમિયાન યોજાશે.
જેમાં ડાયાબીટીસ તા હૃદયરોગ માટે કાર્ડિયોગ્રામ ફ્રીમાં કરી આપવામાં આવશે. વા તા સંધિવાના દર્દી માટે યુરીક એસીડ, લોહીની તપાસ ફ્રી માં કરી અપાશે. કેમ્પમાં આવનાર દર્દીઓને જરૂરી શક્ય દવાઓ પણ વિનામુલ્યે અપાશે.
કેમ્પમાં નામાંકિત તજજ્ઞો ડો.બિપીન કાનાણી, ડો.શહેનાજ કડીવાર, ડો.વિમલ દવે, ડો.મયુર શુકલા, ડો.ઉમંગ શુકલા, ડો.અજય મહેતા, ડો.સચિન ભીમાણી, ડો.મયુર મકાસણા, ડો.રાકેશ ટાંક, ડો.ભાવેશ દેવાણી, ડો.તુષાર ઝાલાવડીયા, ડો.ર્પા સોલંકી, ડો.વિમલ સોમૈયા તા ડો.રજનીશ ઝાલાવડિયા, નિ:શુલ્ક સેવાઓ આપશે.
કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ (મો.નં. ૮૪૬૯૭ ૮૬૯૩૩) પર રજીસ્ટ્રેશન કરાવવું. કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લ્યે તે માટે સેવાભાવીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.