લાખોની ભરેલી ફીની રકમની પહોંચ મહિનાઓ સુધી વિઘાર્થીઓને ન આપવામાં આવી બીજા સેમેસ્ટરના અંતમાં મામલો બહાર આવતા ગાંધીનગરની કચેરીએ જવાબદારીની ફેંકા ફેકી કરી
જુનાગઢ જીએમઇઆરેઅસ મેડીકલ કોલેજના મેનેજમેન્ટ કવોટાના બાવીસ વિઘાર્થીઓ સાથે રીતસર બે જવાબદાર પૂર્ણ કાર્યવાહી કરે ગાંધીનગરની વડી કચેરીએ રીતસરના ચેડા કર્યા છે આ વિઘાર્થીઓ એ મહીનાઓ પેલા ભરેલી ફીની રકમની પહોંચ એ લોકોને ચાલુ સેમેસ્ટરના અંતમાં અને નવા સેમેસ્ટરની શરુઆત વખતે જાણવા મળતા વાલીઓના જીવ અઘ્ધર ચડી ગયા હતા લાખો ‚પિયાની ફીની રકમના ડીમાન્ડ ડ્રાફટનુ કવર જુનાગઢથી રવાના થઇ ગયું હતું. અને ગાંધીનગર કચેરીનાુ કબાડમાં તે આઉટ ઓફ ડેપ થઇ ગયા ત્યાં સુધી પડી રહ્યું હતું. મામલો બહાર આવ્યો ત્યારે આની જવાબદારીની ફેંકા ફેંકી રીતસર કરવામાં આવી હતી જો કે જુનાગઢ મેડીકલ કોલેજના સ્ટાફે આ વિઘાર્થીઓના ડ્રાફટો કેન્સલ કરાવી ડાયરેકટ તેમના એકાઉન્ટમાં રકમ જમા કરાવી અણીના સમયે સમયસુચકતા વાપરી લીધી હતી.
આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જુનાગઢ જીએમઇઆરએસ મેડીકલ કોલેજમાં મેનેજમેન્ટ કવોટા અભ્યાસ કરતા બાવીસ વિઘાર્થીઓએ પોતાના ત્રીજા સેમેસ્ટરની ફી ડીમાન્ડ ડ્રાફટથી ચુકવી દીધા છતાં પણ આ ડીમાન્ડ ડ્રાફટ જુનાગઢ મેડીકલ કોલેજના સ્ટાફે વિગતવાર માહીતીનું કવર ગાંધીનગર કચેરી ખાતે રવાના કરી દીધું હતું. આ કવરમાં બાવીસ વિઘાર્થીઓમાંથી ઓગણીસ વિઘાર્થીઓના ડીમાન્ડ ડ્રાફટની વિગતો તેમજ ત્રણ વિઘાર્થીઓની પહોંચ તેમના સેમેસ્ટરના અંતસુધી ન મળતા વિઘાર્થીઓના વાલીઓએ આ અંગેની પુછપરછ કરતા આખોય મામલો બહાર આવવા પામ્યો હતો. ખાસ કરીને એજયુકેશન લોન લઇ અભ્યાસ કરતા વિઘાર્થીઓ માટે આ પ્રશ્ર્ન પેચીદો હતો. કારણ કે જયાં સુધી તે લોકો આગલા સેમેસ્ટરના ફીની પહોંચ બેંકમાં જમા ન કરાવે ત્યાં સુધી નવી રશમ બેંક રકમ બેંક દ્વારા રીલીસ કરવામાં ન આવે જેના કારણે એજયુકેશન લોનથી અભ્યાસ કરતા વિઘાર્થીઓ માટે ના વિકટ પ્રશ્ર્ન ઉભો થવા પામ્યો હતો. જયારે નવા સેમેસ્ટરની ફી ભરવા માટેનો સમયના અંતીમ તબકકામાં આ મામલો પ્રકાશમાં આવતા જીએમઇઆરએમ મેડીકલ કોલેજના એકાઉન્ટન્ટની ધોર બેદરકારી બહાર આવવા પામી હતી ખાસ કરીને આવા વાલીઓ ને એજયુકેશન લોન તેમજ ઇન્કમટેકસ રીટર્ન ફાઇલ કરતી વખતે આ તકલીફ સરદર્દ સમાન વાલીઓએ ગણાવી હતી. ગત સપ્ટેમ્બર માસમાં છેલ્લા સેમેસ્ટરની ચુમોતેર લાખ કરતાં વધુ રકમની ફીના ડીમાન્ડ ડ્રાફટ ઇનવેલીડ થઇ જાય ત્યાં સુધી વિભાગના ખાનાઓમાં રખડતા રહે આ ઉપરાંત મેનેજમેન્ટ કવોટામાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ ઓનલાઇન ફી ભરવી હોય ત્યારે મોડી ભરાય તો મેનેજમેન્ટ આકરી કાર્યવાહી કરી વધારાની દંડની રકમ વસુલે આ બધા નિયમોમાં એકતબકકે વિઘાર્થીનું ભવિષ્ય ટલે ચડે અને લાખોની ફી જમા કરાવી પોતાના સંતાનને ઉચ્ચ અભ્યાસ કરાવતો વાલી સતત માનસીક તાણ અનુભવે એક તબકકે જીએમઇઆરએમસ મેનેજમેન્ટ કેટલું બે જવાબદાર છે તે આ કીસ્સાથી વિઘાર્થીઓને અને વાલીઓને સ્પષ્ટ થયું હતું. સ્થાનીક જુનાગઢના સ્ટાફ સહિયોગથી હાલ આ લોકોની સમસ્યા નવી તો થઇ છે. પણ ઉકેલાણી નથી મહિનાઓથી ફી ભરવા લાઇનમાં ઉભેલાની વિગતો ટલે ચડાવી પાછી શિક્ષાત્મક પગલા લેવાની વાત કરનાર મેનેજમેન્ટ ખુદ જ બે જવાબદાર છે ત્યારે એક તબકકે પાડાના વાંકે પખાલીને ડામની યુકિત જેવો ઘાટ અહિં જોવા મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,