મોરબીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને આર.એમ.એસ.એ.દ્વારા ચાર દિવસના ગણિત વિષયના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકોને ગણિત વિષયનું દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગણિત વિષય પરના આ તાલીમ વર્ગમાં તજજ્ઞ તરીકે આવેલ ડો. વારેવડીયા, ડો. જી.એફ મહેતાએ તાલીમાર્થી શિક્ષકોને ગણિત વિષય ઉપરાંત અસરકારક પદ્ધતિઓ, આરોગ્ય વિષયક માહિતીઓ અંગે માહિતી આપી હતી. આ સાથે તાલીમાર્થી શિક્ષકોને ગણિત વિષયને ભારરહિત બનાવવાની ટેક્નિકસ અને મોટિવેશન આપવામાં આવ્યું હતું.