ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્ર્વર મહાદેવ મંદિર સમિતિ તથા મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ચાર સોસાયટીના રહીશોના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃતિઓનું મહત્વ વિશે વિચારો રજુ કરવામાં આવ્યા હતા. મેયર બીનાબેન આચાર્યે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-મોમેન્ટો આપતા જણાવ્યું કે, જીવનનગર સમિતિ વાસ્તવિક કામગીરી આંખે વળગે તેવી છે. સામાજિક, સેવાકિય, રાષ્ટ્રીય પ્રવૃતિઓમાં સમિતિ અગ્રેસર છે. પ્રાથમિકથી કોલેજ કક્ષાના તેજસ્વી છાત્ર-છાત્રાઓને શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃતિઓનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા.
વોર્ડ નં.૧૦ના નગરસેવકો અશ્ર્વિનભાઈ ભોરણીયા, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, મીતાબેન વાછાણી, પાર્થ ગોહેલના હસ્તે તેજસ્વી તારલાઓને ઈનામો આપવામાં આવ્યા હતા. સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવપરા, અમી પાર્કના રહીશોના તેજસ્વી સંતાનોની કદર કરી સમિતિ નૈતિક ફરજ બજાવે છે. આ વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષથી પ્રાથમિકથી કોલેજ કક્ષામાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરેલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવે છે. સમિતિના નવીનભાઈ પુરોહિત, જેન્તીભાઈ જાની, ગોવિંદભાઈ ગોહેલ, વિનુભાઈ ઉપાધ્યાય, પાર્થ ગોહેલ, વિજયભાઈ જોબનપુત્રા, વી.સી.વ્યાસ, પંકજભાઈ મહેતા, નયનેશ ભટ્ટ સહિતના મહિલા અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.