સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સર્ચ ઓપરેશન દરમ્યાન આનંદ જીનીગમાં કેટલીક ગેરરીતી જોવા મળી.વડાલી હાઇવેપર આવેલ આનંદ જીનીગદ્વારા એકજ લાઇસન્સના નામે અલગ અલગ કંપનીઓનું બિયારણનું પેકીંગ કરી વેચાણ કરવામાં આવતું હતું.
વડાલીમાં આવેલ આનંદ જીનીગમા વગર લાઈસન્સ અલગ અલગ પ્રકારના કપાસ,દીવેલા,બાજરી,મકાઈ, મગ જેવી બિયારણો પેકીંગ કરી વેચાણ કરવામાં આવતું હતું જે ધ્યાને આવતા કૃષિવિભાગના અધિકારીઓ દ્વારા કેટલીક વેરાઈટીના સેમ્પલ લેવામાં આવ્યા. તેમાં દસ લાખના બિયારણના જથ્થાને કૃષિવિભાગ ગાંધીનગરની ટિમ દ્વારા વેચાણ સ્થગિત કરવાના આદેશ અપાયા.