૨૦૨૨માં ૧ કરોડ મકાનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા ગ્રીન નોર્મ્સમાં છૂટછાટ
સરકાર ૨૦૨૨ સુધીમાં લોકોનાં ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા હાઉસીંગ ફોર ઓલ પ્રોજેકટ ચલાવી રહી છે. ત્યારે આ પ્રોજેકટને બુસ્ટ કરવા માટે ૫૦,૦૦૦ સ્કવેર મીટર સુધીના એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટને પર્યાવરણના કલીયરન્સમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત મુકવામાં આવી છે. આ દરખાસ્તના પરિણામે સરકારનું હાઉસીંગ ફોર ઓલનું સ્વપ્ન પણ સાકાર થશે.
ગત અઠવાડિયે પર્યાવરણ મંત્રાલયે નિયમોમાં મસમોટા ફેરફાર કરવા માટે દરખાસ્ત મુકી હતી. જે મુજબ અગાઉ ૨૦,૦૦૦ સ્કવેર મીટર સુધીના પ્રોજેકટ માટે પર્યાવરણનું કલીયરન્સ લેવું પડતું નહોતું. હવે આ મર્યાદા વધારીને ૫૦,૦૦૦ સ્કવેર મીટર કરવાનો વિચાર ઈ રહ્યો છે. જે મુજબ હવે ૫૦,૦૦૦ જેટલા સ્કવેર મીટરમાં તૈયાર નાર પ્રોજેકટને પર્યાવરણ માટેની આગોતરી મંજૂરી લેવી પડશે નહીં. અલબત આ રાહત મેળવવા કેટલીક શરતો મુકવામાં આવી છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નિયમ મુજબ ૫૦૦૦ સ્કવેર મીટરી ૨૦,૦૦૦ સ્કવેર મીટર વચ્ચેના પ્રોજેકટ માટે પર્યાવરણનું કલીયરન્સ જરૂરી રહેતુ નથી. સરકાર આ નિયમમાં દરખાસ્ત મુકવા માંગે છે. સુપ્રિમ કોર્ટમાં આ મુદ્દે અપીલ કરવામાં આવી છે. જેનો નિર્ણય ૬૦ દિવસમાં આવી જશે તેવું માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોને ઘરનું ઘર આપવા માટે મોદી સરકાર વચને બંધાઈ છે. આ માટે સરકારે પ્રાઈવેટ સેકટરને પણ સો રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત બાંધકામ ક્ષેત્રને ઈન્ફ્રાસ્ટ્રચરનો દરજ્જો પણ આપી દીધો છે. પરિણામે એફોર્ડેબલ હાઉસીંગ યોજના હેઠળ ૨૦૨૦ સુધીમાં ૧ કરોડ મકાનો બાંધવાનું લક્ષ્ય સરકારને સરળ શે તેવી ધારણા છે.
પર્યાવરણ કલીયરન્સ માટે ૨૦,૦૦૦ સ્કવેર મીટરના પ્રોજેકટની મર્યાદા વધારવા દરખાસ્ત
બાંધકામ સંલગ્ન મજૂરોને બીજા સેકટરની જેમ ટ્રીટ કરવા સુપ્રિમની સલાહ
સામાજીક સુરક્ષા, ફાયદાઓ અને પેઈડ મેટરનીટી લીવ તા પ્રોવિડન્ડ ફંડ અને લઘુતમ પગાર સહિતની સુવિધાઓ આપવા સુચન
દેશમાં બાંધકામ ક્ષેત્ર સો જોડાયેલા ચાર કરોડી વધુ કામદારોના હિતમાં વડી અદાલતે સરકારને ટકોર કરી છે. વડી અદાલતે સરકારને કહ્યું છે કે, અન્ય ક્ષેત્રોના કામદારોની જેમ ક્ધટ્રકશન સંલગ્ન કામદારોને પણ સામાજીક સુરક્ષા, ફાયદાઓ અને પેઈડ મેટરનીટી લીવ તા પ્રોવિડન્ડ ફંડ અને લઘુતમ પગાર સહિતની સુવિધાઓ આપવામાં આવે. કામદારોના પરિવારજનોના શિક્ષણ, આરોગ્ય, સામાજિક સુરક્ષા, વિકલાંગ ભથ્ુ સહિતના લાભ પણ આપવામાં આવે. ન્યાયમૂર્તિ મદન લોકુર અને દિપક ગુપ્તાની ખંડપીઠે આ મામલે સરકારને સુચન કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,