ઘીના ઠામ પર ઘી પડયું: વિવાદનો ઉકેલ
રાજકોટ સહકારી ડેરીની ચૂંટણી અધ્યક્ષ માટે યોજાઈ હતી જેમાં ગોવિંદભાઈ રાણપરીયા બિનહરીફ ચુંટાયા હતા. ચુંટણીને લઈ ઘણા વિરોધ થયા હતા તેમ છતાં ગોવિંદભાઈની વરણી બિનહરીફ થઈ હતી. આ તકે જયારે તેમને પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, ડાયરેકટરોમાં કોઈ વિરોધ જ ન હતો જે હતુ તે મતભેદ હતો અને જયેશભાઈ રાદડિયાની સુઝ-બુઝથી જે વાંધો હતો તે ઠાળે પડયો હતો.
આ અંગે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ માહિત આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા દુધ ઉત્પાદક સંઘની અધ્યક્ષની ચુંટણી હતી. જેમાં ફરી વખત ગોવિંદભાઈ રાણપરીયા બિનહરીફ ચેરમેન બન્યા છે. રાજકોટ જીલ્લાનું સહકારી ક્ષેત્રનું માળખું કે જે તમામ આગેવાનો સહકારી ક્ષેત્રના માળખાને સાથે મળીને કામ કરી રહ્યા છે અને એનું જ પરીણામ છે. સમગ્ર ભારત દેશમાં રાજકોટનાં સહકારી માળખાનું કાયમી રીતે ચર્ચા થઈ છે. આ માળખાને આગળ લઈ જવા માટે જે આગેવાનો અને મારા પિતાજી વિઠ્ઠલભાઈનાં નેતૃત્વ હેઠળ સહકારી ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરી છે. આજે તેમના કામને આગળ લઈ જવા માટે તમામ આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હરહંમેશ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનોની ચિંતા કરવામાં આવી છે. સારામાં સારા પરિણામ આપવા માટે અમારી ટીમ કટીબઘ્ધ છે અને ચુંટણી તો એક પ્રક્રિયા છે. જેમાં ગોવિંદભાઈ બિનહરીફ વિજેતા થયા છે. એમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર લોકોના ભરોષાને કાયમ રાખી સાથે મળીને પ્રયત્ન કરીશું. સહકારી ક્ષેત્રમાં સૌ સાથે મળીને કામ કરીએ છીએ. હાં કયાંક મતભેદ હોય શકે, પરંતુ મતભેદ નહીં એનું જ પરીણામ છેકે ગોવિંદભાઈ બિનહરીફ ચુંટાયા છે.નવનિયુકત ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ દુધ ઉત્પાદક સંઘની ચુંટણી ૨.૫ વર્ષની ટર્મ માટેની ચેરમેન માટેની યોજવામાં આવી હતી. જે કોઈપણ કારણોસર મોકુફ રાખવામાં આવી હતી. પહેલા પણ જે અમારી વાત હતી કે સર્વાનુમતે ચુંટણી થાય એના માટેની વાત ઉપર મકકમ હતા અને તમામ સભ્યોએ અમારી વાતનું માન રાખ્યું છે અને મને સર્વાનુમતે મને બિનહરીફ ચુંટી કાઢેલો છે. જે નાના-મોટા પ્રશ્નો હતા. જેને જયેશભાઈ રાદડિયાને સુલજાવી દીધા છે અને કોઈ પણ મતભેદ હવે નથી. રાજકોટ ડેરી આગામી વર્ષોમાં સફળતાના શિખરે પહોંચે તેજ આશા છે. જયારે મેં વહિવટ સંભાળ્યો ત્યારે ૩૦ કરોડનું ટર્નઓવર હતું. જયારે અત્યારે ૮૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી ડેરી બની ગઈ છે અને જે ગ્રાહકોની જરૂરીયાત, ઉત્પાદકોને પુરતો ભાવ, ગ્રાહકોને સારી ગુણવતાભર્યું દુધ મળે એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને એ આગળ પણ ચાલુ રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,