- ચિંતન શિબિરમાં Mygovના ડિરેક્ટર મીડિયા મેનેજમેન્ટ અંગે આપ્યું માર્ગદર્શન
- Mygov પ્લેટફોર્મ માધ્યમથી સરકારમાં નાગરિકોની સહભાગીતા વધી-Mygovના ડિરેક્ટર
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિતિ
ગીર સોમનાથમાં યોજાયેલ ચિંતન શિબિરના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારની પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓ સામાન્ય જનસમૂહ સુધી માધ્યમો દ્વારા પહોંચાડવા અને મીડિયા મેનેજમેન્ટ અંગે ચર્ચાસત્ર યોજાયું હતું. જેમાં પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સેહગલ અને કેન્દ્ર સરકારનાં ડિજિટલ પ્લેટફોર્મ Mygovના ડિરેક્ટર ઉપેન્દ્ર ઉપાધ્યાયે ચિંતન શિબિરના સહભાગીઓને મીડિયાની કાર્યશૈલી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં સોશિયલ મીડિયાના વિવિધ અને યોગ્ય પ્લેટફોર્મ દ્વારા સરકારની જન કલ્યાણકારી નીતિઓ અને યોજનાઓને અંતિમ હરોળના વ્યક્તિ સુધી કેવી રીતે લઈ જવી તેનું માર્ગદર્શન અપાયું હતું. તેમજ વિવિધ ટેકનોલોજી અને ટૂલ્સ દ્વારા સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સત્રમાં મંત્રીમંડળના મંત્રીઓ, રાજ્યના મુખ્ય સચિવ, સહિત ઉચ્ચ અધિકારીઓ અને ચિંતન શિબિરના સહભાગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અનુસાર માહિતી મુજબ, ચિંતન શિબિરના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારની પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓ સામાન્ય જનસમૂહ સુધી માધ્યમો દ્વારા પહોંચાડવા અને મીડિયા મેનેજમેન્ટ અંગે ચર્ચાસત્ર યોજાયું હતું.
પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સેહગલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા થતી સકારાત્મક પ્રવૃત્તિઓ અને જનકલ્યાણકારી યોજનાઓને છે. વાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રિન્ટ,ઈલેક્ટ્રોનિક તેમજ સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ અગત્યની છે.
આ તકે તેમણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ચિંતન શિબિરના સહભાગીઓને કેટલીક ઉત્તમ અનુકરણિય ઉદાહરણો પણ આપ્યા હતા. તેમણે AI ટેકનોલોજીના ઉપયોગ પર ભાર આપી સહભાગીઓને માધ્યમો સાથે કેવી રીતે સંવાદિતા સાધવી તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
કેન્દ્ર સરકારનાં Mygov પ્લેટફોર્મના ડિરેક્ટર ઉપેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશથી શરૂ થયેલ Mygov એપ પ્લેટફોર્મ સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગનું આદર્શ ઉદાહરણ છે.
ઉપાધ્યાયે સહભાગીઓને સોશિયલ મીડિયાના વિવિધ અને યોગ્ય પ્લેટફોર્મ દ્વારા દ્વારા સરકારની જન કલ્યાણકારી નીતિઓ અને યોજનાઓને પંક્તિની અંતિમ હરોળના વ્યક્તિ સુધી કેવી રીતે લઈ જવી તેનું માર્ગદર્શન પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આપી વિવિધ ટેકનોલોજી અને ટૂલ્સ દ્વારા સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ સત્રમાં મંત્રીમંડળના મંત્રીઓ, રાજ્યના મુખ્ય સચિવ, સહિત ઉચ્ચ અધિકારીઓ અને ચિંતન શિબિરના સહભાગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : અતુલ કૉટૅચા