ધ્રાંગધ્રા પંથકમા વિદેશીદારુ તથા જુગારની અસામાજીક પ્રવૃતિ ચાલી રહી છે તેવામા ધ્રાગધ્રા સીટી વિસ્તારમા એન.કે.વ્યાસ જેવા કડક અધિકારીઓને લીધે હવે અસામાજીક પ્રવૃતિ કરનારાઓ પોતાના બેનંબરી ધંધા ચલાવવા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની હદ પસંદ કરી છે ત્યારે તાલુકા પોલીસની નિષ્ક્રીયતાના લીધે ધ્રાગધ્રાના 64 ગામો હવે જુગાર તથા દારુના કટીંગ અને વેચાણ માટે હબ બન્યા છે પરંતુ હાલમાજ SOG ટીમ દ્વારા પોતાની સતઁકતા દાખવી ધ્રાંગધ્રા નિમકનગર ગામે દારુના વેપલા પર દરોડા કરી વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપી પાડી તાલુકા પોલીસની નિષ્ક્રીયતા છતી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુશાર ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે ગઇકાલે મોડીસાંજના સમયે વિદેશીદારુ હોવાની બાતમી જીલ્લા SOG ટીમને મળતા પીએસઆઇ સોલંકી સહિતના સ્ટાફ બાતમીના આધારે નિમકનગર ગામ બહાર આવેલા વાડામા દરોડો કરતા 986 નંગ નાની વિદેશીદારુની બોટલ કિમત રુપિયા 98,600 તથા 72 નંગ બિયર ટીન કિમત 7200 રુપિયાના દારુનો મોટો જથ્થો ઝડપી પાડી પ્રવિણ મોતીભાઇ આલ(રબારી)ને ઝડપી પાડ્યો હતો જ્યારે તેઓની પુછપરછ દરમિયાન ઝડપાયેલ શખ્સે પોતાને દારુ પુરો પાડનાર સોલડીનો કુખ્યાત બુટલેગર ભરત ભાલુભાઇ ભરવાડ હોવાનો પણ ખુલાશો કયોઁ હતો.