કલેકટર વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, રેન્જ આઇજી ડી.એન.પટેલ, જોઇન્ટ પોલીસ કમિશનર ડી.એસ.ભટ્ટ, ડીસીપી એસ.બી.ઓડેદરા, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, અગ્રણી વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે મેચ નિહાળ્યો
‘અબતક’ ચેનલ પર ક્રિકેટ રસિકોએ રોમાંચક ફાઇનલ મેચ માણ્યો: ચેમ્પિયન ટીમને‚રૂ.૫૧ હજાર અને રનર્સઅપ ટીમને ‚રૂ .૨૧ હજાર સહિત પુરસ્કારો અપાયા: આઇપીએલમાં ઉપસ્થિત રહેતા જોકર અને હબસીઓના ધમાલ ડાન્સે ફાઇનલ મેચમાં આકર્ષણ જમાવ્યું
રાજકોટના મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે ‚રલ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ઓપન ગુજરાત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેનટની રોમાન્ચક ફાઇનલ મેચમાં દર્શન ઇલેવનનો બે વિકેટ સાથે વિજય થયો હતો. આઇપીએલ જેવા માહોલમાં રમાયેલી ફાઇનલ મેચ નિહાળવા રાજકીય અગ્રણીઓ, કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ટૂર્નામેન્ટને સ્પોન્સર કરનાર અગ્રણી વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘અબતક’ ચેનલ પર સેમી ફાઇનલ બાદ ફાઇનલ મેચનું લાઇવ પસારણ કરવામાં આવતા ક્રિકેટ રસિકોએ ઘરે બેસી ‘અબતક’ ચેનલ પર રોમાન્ચક ફાઇનલ મેચ માણ્યો હતો. ચેમ્પીયન ટીમ દર્શન ઇલેવનને ‚ા.૫૧ હજાર અને રનર્સઅપ એલ.કે.સ્ટાર ઇલેવન ટીમને ‚ા.૨૧ હજાર સહિત અનેક ઇનામ અપાયા હતા.
રાજકોટ જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદના સિધા માર્ગ દર્શન અને દેખરેખ હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતરગર્ત ઓપન ગુજરાત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનું મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે તૈયાર કરાયેલા ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું. દર્શન ઇલેવન અને એલ.કે.સ્ટાર ઇલેવન વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ નિહાળવા માટે જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બરચ્છાનીધી પાની, રાજકોટ રેન્જ આઇજી ડી.એન.પટેલ, જોઇન્ટ પોલીસ કમિશનર ડી.એસ.ભટ્ટ, ડીસીપી એસ.બી.ઓડેદરા, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, બાન લેબના મૌલેશભાઇ ઉકાણી, પૂજારા ટેલિકોમના યોગેશ પૂજારા અને ધ્રુવરાજસિંહ સહિતના વેપારી અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
દર્શન ઇલેવન ટીમના કપ્તાન પી.એસ.આઇ. બી.ટી.ગોહિલે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી એલકે સ્ટાર ઇલેવનને ૧૬ ઓવરમાં ૧૧૩ રનમાં ઓલ આઉટ કરી હતી. ૧૧૪ રનના ટારગેટ ચેઇઝ કરવા મેદાને આવેલી દર્શન ઇલેવને આઠ વિકેટ ગુમાવી અંતિમ ઓવરના અંતિમ બોલે ચોકો ફટકારી વિજય મેળવ્યો હતો.
ચેમ્પીયન બનેલી દર્શન ઇલેવન ટીમને ‚ા.૫૧ હજાર અને રનર્સ ટીમને ૨૧ હજાર સહિતના અનેક ઇનામો જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ દ્વારા અપાયા હતા. એસ.પી. અંતરિપ સૂદે ફાઇનલ મેચ રોમાન્ચક રહી હતી, દર્શન ઇલેવન ટીમના કપ્તાન બી.ટી.ગોહિલે અંતિમ ઓવરના અંતિમ બોલે ચોકો ફટકારી હારેલી બાજી જીતમાં ફેરવી ચમત્કાર સર્જી દીધો હોવાનું કહી ટૂનામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમનો આભાર માની રાજકોટના યુવાનો સ્પોટર્સમાં આગળ વધે તે માટે તેનું ધ્યાન રાખી વધુ સા‚ આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ ટૂર્નામેન્ટ દરમિયાન ‘અબતક’ ચેનલ અને સ્પોન્સરનો સારો સહયોગ મળ્યો હોવાથી આભાર માન્યો હતો.
ફાઇનલ મેચમાં ૨૮ બોલમાં ૩૬ રન ફટકારી દર્શન ઇલેવને વિજય અપાવનાર બેસ્ટમેન હિતેન્દ્રસિંહ જાડેજાને મેન ઓફ ધ મેચ, સર્જક (બી) ટીમના મહિપાલસિંહે ચાર મેચમાં ૯૪ રન અને સાત વિકેટ લીધી હોવાથી મેન ઓફ ધ સિરિઝ, બેસ્ટ બેસ્ટમેન દર્શન ઇલેવનના હિરેનને જાહેર કરાયા હતા. મેચ દરમિયાન ચોકા, છક્કા અને વિકેટ પડે ત્યારે કાંતિભાઇ પોપટભાઇ ચિત્રોડાએ જોકરના વેશભૂષા સાથે મેદાનમાં આકર્ષણ જમાવ્યું હતું. તે રીતે હબસીઓ દ્વારા ધમાલ ડાન્સ સાથે મેચને વધુ રસપ્રદ બનાવ્યો હતો.
જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળતા પૂર્વક પુરી કરવા બદલ એડમન ડીવાય.એસ.પી. ગૌસ્વામી, હેડ કવાર્ટર પી.એસ.આઇ. રાજેન્દ્રસિંહ જાડેજા અને શિરિશ ચૂડાસમાને અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટ જિલ્લાના તમામ પોલીસ મથકના અધિકારીઓ મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
એસ.પી. અંતરિપ સૂદ દ્વારા ‘અબતક’ના રિપોર્ટર જાલમસિંહ ચૌહાણનું સન્માન
‘અબતક’ સાંધ્ય દૈનિકનું કવરેજ અને ચેનલ દ્વારા લાઇવ પસારણને જિલ્લા પોલીસ વડાએ બિરદાવ્યા
રાજકોટ ‚રલ પોલીસ દ્વારા તા.૧ મેથી તા.૧૦ મે દરમિયાન ઓપન ગુજરાત ક્રિકેટ ટૂર્નામેન્ટના કરેલા આયોજનમાં ‘અબતક’ દૈનિકમાં કરવામાં આવેલા કવરેજ અને બે સેમી ફાઇનલ તેમજ ફાઇનલ મેચનું લાઇવ પસારણને જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદે બિરદાવી ‘અબતક’ના મેનેજીંગ એડીટર સતિષભાઇ મહેતાનો આભાર માન્યો હતો. તેમજ સિનિયર રિપોર્ટર જાલમસિંહ ચૌહાણનું સન્માન કર્યુ હતું. ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન ‘અબતક’ સાંધ્ય દૈનિક અને ચેનલના રિપોર્ટર જાલમસિંહ ચૌહાણ, મા‚ત ત્રિવેદી, કેમેરામેન પ્રવિણભાઇ પરમાર, ગોપાલ ચૌહાણ, દિપેશ ગરોધરા અને અભય ત્રિવેદી દ્વારા મળેલા સહયોગને બિરદાવી એસ.પી. અંતરિપ સૂદે આભાર માન્યો હતો.