તિર્થ સ્થળો અને પ્રાચીન ઈમારતોને ખનની તાં નુકશાન અંગે અહેવાલો ‘અબતક’એ પ્રસિધ્ધ કર્યા બાદ તંત્ર દોડતું થયુ
ઈડર શહેર ધાર્મિક ર્તીસનો તેમજ પ્રાચીન ઈમારતો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ છેલ્લા ઘણા સમયી ગેરકાયદે ખનનના કારણે ઈડરની પૌરાણીક સભ્યતા ઉપર જોખમ તોળાઈ રહ્યું હતું. ત્યારે ઈડરગઢમાં થઈ રહેલા ખનન અંગે ‘અબતક’ મીડિયાએ અભિયાન ચલાવ્યું અને આ ખનન સામે તપાસ કરવા તંત્રને દોડતું કર્યું છે.
ઈડર શહેરમાં દરેક સંપ્રદાયના ધાર્મિક સ્ળો છે, ગુફાઓ છે, પૌરાણીક રણમલ ચોકીની કોતરણી જોવા દેશ-વિદેશમાંી પ્રવાસીઓ ઉમટી પડે છે. શ્ર્વેતાંબર અને દિગંબર દેરાસરો છે. વૈકુંઠ ભવાની, હિંગળાજ માતાજી અને ઉત્તરમુખી હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. મુસ્લિમ સમાજની દરગાહ પણ છે. ઈડરગઢની સાત પાતાળ ટાઢોડી વાવ પણ જોવા લાયક છે. આ તમામ પૌરાણીક વારસાને ગેરકાયદે ખનની ખતરો છે. માટે લોકોએ તંત્રને અવાર-નવાર રજૂઆતો કરી હતી. અંતે તંત્ર સફાળુ જાગ્યું છે અને છ સભ્યોની તપાસ કમીટીની રચના કરી છે.
છેલ્લા ત્રણ વર્ષી ઈડરગઢને બચાવવા ઈડરના નાગરિકો દ્વારા ગઢ બચાવ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ઈડરીયાગઢની વિશાળ શિલાઓને કટીંગ કરી બહાર મોકલવાની કામગીરી અટકાવવાના પ્રયાસો યા હતા. ઈડરગઢનો પાછળનો ભાગ સંપૂર્ણ નષ્ટ વા જઈ રહ્યો છે જેનો લોકો વારંવાર વિરોધ દર્શાવે છે. ત્યારે કલેકટર દ્વારા જુદા જુદા વિભાગના છ અધિકારીઓની ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ ઈડરના ઐતિહાસિક સ્ળોની મુલાકાત લઈ ખનની કઈ રીતની નુકશાની ઈ રહી છે તેનો રિપોર્ટ કલેકટરને સોંપશે.