નાના થી મોટા ઉદ્યોગકારોને તજજ્ઞો દ્વારા વિવિધ વિષયો પર અપાયુ માર્ગદર્શન: ઉદ્યોગકારો અને તંત્ર આવ્યા એકબીજાની નજીક
:આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ ભારતી મેળો ઉદ્યોગકારો માટે લોકપ્રિય બન્યો છે. આજરોજ હજારોની સંખ્યામાં નાના મોટા ઉદ્યોગકારો આ મેળામાં મુકાયેલા પ્રદર્શન નિહાળવા ઉમટી પડ્યા હતા. સૌરાષ્ટ્રમાં યોજાઇ રહેલા સૌપ્રથમ રાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગ મેળામાં ગઇકાલે ૨૧,૦૦૦ થી વધુ ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. પર્યાવરણ તેમજ વેસ્ટર્ન રેલવે દ્વારા વિવિધ વિષયો પર સેમિનાર પણ યોજાયા હતા. આજરોજ મેળામાં લાખોના મશીન વેચાયા હોવાનું જાણવા મળે છે. ‘અબતક’ની ટીમ દ્વારા આ મેળાની સફળતાની વિગતો મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ લઘુઉદ્યોગ ભાગરતીના આ એકઝીબીશનમાં કેપીટા વર્લ્ડના માર્કેટિંગ એકઝીક્યુટીવ અમરીશ કોરીયાએ ‘અબતક’ સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ અહીંયા ફાયનાન્સને લગતી તમામ લોનની જાણકારીઓ આપવા માટે મુખ્યત્વે અહીંયા ભાગ લીધો છે. તેમણે જણાવ્યું કે, કોઇપણ પ્રકારની લોન વિશેની માહિતીઓ તથા લોનની બધી જ ફોર્મેલીટી અહિંયાથી કરી આપવામાં આવશે તથા કોઇપણ પ્રકારના ચાર્જ વિના અહીંયા બધી જ માહિતીઓ તથા રજીસ્ટ્રેશન કરી આપવામાં આવી રહી છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, અહીંયા ઘણા લોકો આવી રહ્યા છે તથા સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
ત્યારબાદ અવની માર્કેટિંગના રિપ્રેસેન્ટીટીવ ધર્મેશ કોશીયાએ તેમની પ્રોડક્ટ વિષે જણાવતા કહ્યું કે, તેઓ પોતાની ઓકસો બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટિક વિષે જણાવતા કહ્યું કે આ પોલિથીનનો વિકલ્પ છે. જે પ્લાસ્ટિકથી પ્રદૂષણ થાય છે તે ન થાય તે માટે ઇકોફ્રેન્ડલી પ્લાસ્ટિક તેઓએ લોન્ચ કર્યુ છે અને મુખ્યત્વે પ્રદૂષણ ન થાય તે માટે જ પ્લાસ્ટિક લોન્ચ કરેલ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ પ્રકારના એકઝીબીશન થવા જોઇએ જેનાથી નાના વેપારીઓને પ્રોત્સાહન મળે છે અને તેઓ આગળ વધી શકે છે. ઉપરાંત લોકોને પણ વસ્તુઓ વિષે જાણવા મળે છે.
ત્યારપછી કાસ્ટેક ફાઉન્ડ્રીસ પ્રા. લી.ના એકઝીક્યુટીવ જતીનકુમાર રાંદલીયાએ તેમની કંપની વિશે જણાવતા કહ્યું કે, તેઓની પ્રોડક્ટ વાલ્વ તથા પંપ પ્રોડક્ટસ છે. જેનું ઉત્પાદન તેઓ કરે છે. તેઓ એક્સપોર્ટ પણ કરે છે તથા સમગ્ર ભારતમાં તેઓ કાર્યરત છે. તથા તેમણે અહીંયાથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેવુ પણ તેમણે જણાવ્યું હતું.
તે બાદ પણ પરમાર મેટલ્સ પ્રા.લી.ના સેલ્સ ઓફિસર મયુર કલ્યાણીએ તેમની પ્રોડક્ટ વિશે જણાવ્યું હતુ કે તેઓ સોલાર સ્ટ્રક્ચર, પાવર સ્ટ્રક્ચર જેવી વસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યા છે. ત્યારબાદ તેઓ પીજીવીસીએલ તથા જીઇબીમાં વપરાતા પાર્ટસ પણ તેઓ બનાવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ભારતીય રેલવે તથા જીઇબી જેવી ૪૦૦ કંપનીઓમાં એપ્રુવ્ડ છે. ઉપરાંત તેઓએ જણાવ્યું કે અહીંયા તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તથા આવા એકઝીબીશન વારંવાર થાય જેથી નાના વેપારીઓને પ્રોત્સાહન મળે તેમજ માર્કેટની જ‚રિયાત શું છે તે પણ ખબર પડે છે. તે માટે આવા એકઝીબીશન થવા જ જોઇએ તેવુ પણ તેમણે જણાવ્યું હતું.
ત્યારબાદ વિધી એન્ટરપ્રાઇઝના એકઝીક્યુટીવ નટવરકુમાર મહેતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ ડોરકીટનું ઉત્પાદન કરે છે. જેમાં તેઓ ઘણી વિશાળ રેન્જ ધરાવે છે. તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ઘણો વિશાળ ગ્રાહકવર્ગ ધરાવે છે. તેઓ છેલ્લા ૧૦ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ ચાર થી પાંચ ધાતુઓના આ બધીજ વસ્તુઓ બનાવે છે. તેમજ તેઓ પ્રોડક્ટની ફીનીશીંગ માટે વખણાય છે. તેમજ તેઓએ એવુ પણ જણાવ્યું કે ગુજરાત બહારના પણ લોકો અહીંયા મુલાકાત લઇ રહ્યા છે. જેનાથી સ્ટોલ ધારકોને પણ ઉત્સાહ થઇ રહ્યો છે અને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
લઘુ ઉદ્યોગમાં સ્ટોર ધરાવતા ચેતનભાઇ આશર ‘ભાટિયા ટુલ્સ’એ જણાવ્યું હતું કે, આ વર્કશોપનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે. કારણકે ટુલ્સ અને સ્પેરસ અવનવી વેરાયટી તેઓ બધાને ત્યાં પ્રદર્શિત કરી શકે છે અને તેમનું મુખ્ય કામ વેલ્ડીંગ ઇલેકટ્રો રોડસ અને સ્પેર્સ, પાવર ટુલ્સ, ગાર્ડીનીંગ આઇટમ્સ અને તેમના પાસે કાર વોશર જેવી ટુલ્સનું હોલસેલ અને રીટેઇલ કામ બન્ને છે. અને તેમને લઘુ ઉદ્યોગ દ્વારા તેમની નવી પ્રોડક્ટને પ્રદર્શિત કરવી સહેલી પડે છે અને તેનો પ્રતિસાદ પણ સારો મળ્યો છે. અને તેમણે પહેલીવાર લઘુ ઉદ્યોગમાં ભાગ લીધો છે.
આ પ્રસંગે પ્રોફાઇલ કટીંગ અને ઇન્ટીયર ડિઝાઇનનો સ્ટોર ધરાવતા સચીનભાઇએ જણાવ્યું હતુ કે તેમણે લઘુ ઉદ્યોગમાં પહેલી જ વાર ભાગ લીધેલ છે અને તેમને તેમની આ પ્રકારની કામગીરીને પ્રદર્શિત કરવાની સારી તક મળી છે અને તેનો પ્રતિસાદ પણ લઘુ ઉદ્યોગ દ્વારા સારો મળેલ છે.
અમારી પ્રોડક્ટ લોકો સમક્ષ મુકવાની બહોળી તક મળી: સાવન રામોલીયા
લઘુ ઉદ્યોગ મેળામાં ખોડિયાર પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રી સ્ટોલ ધરાવતા સાવન રામોલીયાએ કહ્યું કે, તેમની અમદાવાદમાં આવેલ આ ઇન્ડસ્ટ્રીને લઇને તેમણે લઘુ ઉદ્યોગમાં સ્ટોર કર્યો છે અને તેમની પ્રોડક્ટ પ્લાસ્ટીક ઇન્ડક્શન મશીન છે અને તેનો ઉપયોગ પ્લાસ્ટીકની દરેક વસ્તુ બનાવવામાં થાય છે. અને તેમણે લઘુ ઉદ્યોગમાં સરકારના ક્ધસેપ્ટ મુજબ બે નવા મોડેલ પ્રદર્શિત કર્યા છે. અને તેમાં એક મોડેલ લો કોસ્ટ ડિઝાઇન પર બનેલ છે જે નાની અને મઘ્યમ ઉદ્યોગ માટે મુકવામાં આવેલ છે અને તેમને લઘુઉદ્યોગનો પ્રતિસાદ બહુ સારો મળેલ છે અને તેમને વધુમાં જણાવતા કહ્યું કે તેમની આ નવી મશીનરીને પ્રેસન્ટ કરવાની આ અનોખી તક પણ મળી છે.