અમદાવાદના નવા મેયર સહિતના હોદ્દેદારોની ગુરુવારે સવારે સવા 10 વાગ્યે મળનારી મ્યુનિ.બોર્ડ બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. મેયર પદે પાલડી વોર્ડના મહિલા કોર્પોરેટર બિજલ પટેલ અને ડે. મેયર પદે દિનેશ મકવાણાની જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પદે મણિનગર વોર્ડના અમૂલ ભટ્ટની પસંદગી કરાઈ હતી.
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા જ્ઞાતિવાદી આંદોલનો અને તેના કારણે સર્જાયેલા રાજકીય માહોલને ધ્યાનમાં લઈ મોવડી મંડળ જ્ઞાતિ જાતિના સમીકરણો બેસાડીને નવા મેયરની વરણી કરી છે.
છેલ્લા અઢી વર્ષમાં અમદાવાદ મહાનગરપાલિકામાં શાસક પક્ષ બીજેપીની પ્રતિષ્ઠાનું સારું એવું ધોવાણ થયું છે. તેમજ હાઈ કમાન્ડે 2019માં આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.