ફઇબા સાથે મેળામાં ફરવા ગયેલા એકના એક પુત્રના મોતથી પરિવારમાં કણ કલ્પાત
બેડીપરા નજીક શ્રમજીવી સોસાયટીના ત્રણ વર્ષના માસુમ બાળક પોતાના ફઇબા સાથે શાસ્ત્રી મેદાનમાં યોજાયેલા વેકેશન મેળામાં ફરવા ગયા બાદ બેબીટ્રેન નીચે કચડાતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શ્રમજીવી સોસાયટીમાં રહેતા જય વિજયભાઇ ગુજરાતી નામના ત્રણ વર્ષના માસુમ બાળક પોતાના ફઇબા નયનાબેન પ્રજાપતિ સાથે શાસ્ત્રી મેદાનમાં યોજાયેલા વેકેશન મેળામાં ફરવા માટે ગયો હતો ત્યારે જમ્પીગ જોકરમાંથી ઉતરી બાજુમાં બેબીટ્રેન રાઇડ તરફ જઇ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલી તેને ઠોકર લાગ્યા બાદ બેબીટ્રેન નીચે માથુ ચગદાતા મોત નીપજ્યું હતું.
બેબીટ્રેન નીચે જય ગુજરાતી કચડાતા મોત થયાની એ ડિવિઝન પોલીસને જાણ થતા પી.એસ.આઇ. વી.એમ.ડોડીયા સહિતનો સ્ટાફ શાસ્ત્રી મેદાનમાં ઘટના સ્થળે પહોચી સીસીટીવી ફુટેજ નિહાળતા જય ગુજરાતી જમ્પીંગ જોકરમાંથી ઉતરી જઇ રહ્યો હતો ત્યારે બેબીટ્રેન ધસી આવી કચડી નાખ્યાના ફુટેજ મળ્યા હતા. પ્રજાપતિ પરિવારના એકના એક પુત્રના મોતથી અરેરાટી મચી ગઇ છે.