ઝોન વાઈઝ પાંચ-પાંચ મિલકતોનું લીસ્ટ તૈયાર
લોકસભાની ચુંટણીની આચારસંહિતા આગામી ૨૭મી મેના રોજ વિધિવત રીતે ઉઠી જશે ત્યારબાદ કોર્પોરેશનની ટેકસ બ્રાંચ ફરી એક વખત રીઢા બાકીદારો પર ધોસ બોલાવશે. અગાઉ ગત વર્ષે સીલ કરવામાં આવેલી મિલકતોની જાહેર હરાજી કરી નાખવામાં આવશે.
ગત વર્ષે ટેકસ બ્રાંચ દ્વારા ૧૨૫૦થી વધુ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. વારંવાર તાકીદ કરવા છતાં વેરો ભરવાની તસ્દી ન લેતા રીઢા બાકીદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ઝોન વાઈઝ પાંચ-પાંચ મિલકતોની જાહેર હરાજી કરવા માટેની ફાઈલ તૈયાર કરી આખરી મંજુરી માટે મ્યુનિસિપલ કમિશનરનાં ટેબલ ઉપર મુકી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાલુ સાલ શરૂઆતથી જ બાકીદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ વેરા વળતર યોજના અંતર્ગત ૪૫ કરોડ રૂપિયાની આવક થવા પામી છે. માત્ર ૨૮ દિવસમાં જ એક લાખથી વધુ લોકોએ વેરો ભરપાઈ કર્યો છે.