સ્ટાર સીનર્જી હોસ્પિટલ કોરોના માટે ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરતા રાજકોટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવારનો વધુ એક વિકલ્પ પ્રાપ્ત થાય તેવા હેતુથી આજે તા. ૧૯-૬-૨૦૨૦ ના રોજ સ્ટાર સીનર્જી હોસ્પિટલ કોરોના માટે ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરી હતી. સાથોસાથ આ હોસ્પિટલમાં સારવાર લેવા ઇચ્છતા કોરોનાના દર્દીઓ હોસ્પિટલના ચાર્જીસથી પણ વાકેફ રહે તે માટે કોરોનાની સારવાર માટેના ચાર્જની સીલીંગ (મહત્તમ મર્યાદા) પણ નક્કી કરવામાં આવેલ છે.
આ વિશે વાત કરતા મ્યુનિ. કમિશનરએ એમ જણાવ્યું હતું કે, શહેરની હોસ્પિટલોમાં કેટલાક બેડ કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવાને બદલે શહેરની જે તે આખી હોસ્પિટલ જ કોરોના માટે ડેઝીગ્નેટેડ થાય એ વધુ હિતાવહ અને ઇચ્છનીય ગણાય. કોરોનાના દર્દીઓ અલગઅલગ હોસ્પિટલોમાં સારવાર લેવા જાય એના કરતા સુનિશ્ચિત કરાયેલી હોસ્પિટલોમાં જ તેઓની સારવાર થાય એ સૌ કોઈ માટે વધુ સારો વિકલ્પ જણાય છે.
જે લોકો સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા ઇચ્છુક ના હોય તેઓ માટે હવે સ્ટાર સીનર્જી હોસ્પિટલનો વધુ એક વિકલ્પ પ્રાપ્ત ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે. જેમાં સ્પે. ડોક્ટર અને સુપર સ્પે. ડોક્ટરની સેવા માટેના ચાર્જીસની સીલીંગ – મહત્તમ મર્યાદા – પણ નક્કી કરવામાં આવેલ છે. જો રાજકોટમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુ હોસ્પિટલની આવશ્યકતા જણાશે તો જે હોસ્પિટલ ડેડીકેટેડ હશે તેને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવશે. અહી એ ખાસ યાદ અપાવીએ કે સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે જ કરવામાં આવી રહી છે.
સ્ટાર સિનર્જી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે નક્કી કરવામાં આવેલ ચાર્જીસ
ક્રમ | ઝોન | હોસ્પિટલનું નામ | ઉપલબ્ધ બેડની સંખ્યા |
૧ | વેસ્ટ | સ્ટાર સિનર્જી હોસ્પિટલ-રાજકોટ( જૂની સહયોગ હોસ્પિટલ)
(મવડી મેઈન રોડ) |
કુલ – ૪૫
Census Beds – 40 Non Census Beds – 5
|
જનરલ વોર્ડ | HDU (Ward + Monitot + Oxygen) | આઇસોલેશન વોર્ડ | વેન્ટીલેશન + આઇસોલેશન + ICU | બેડની સંખ્યા |
રૂ. ૮,૪૦૦/- Per Day | રૂ. ૧૧,૫૦૦/- Per Day | રૂ. ૧૭,૮૦૦/- * Per Day | રૂ. ૨૧,૫૦૦/- * Per Day | કુલ – ૪૫
Census Beds – 40 Non Census Beds – 5 |
· આ ચાર્જીસમાં તમામ કરવેરા સામેલ છે.
· હેલ્થ ઈન્સ્યુરન્સ પોલીસી ધરાવતા દર્દીઓ માટે પણ આ ચાર્જ લાગુ પડે છે. |