કરોડો લોકોને પીવાનું પાણી આપવું સરકારની પ્રામિકતા, નર્મદાના કેચમેન્ટ એરિયામાં ઓછા વરસાદના કારણે ઉભી ઈ પરિસ્થિતિ
જળસંકટની ગંભીરતા જોઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોને ચાલુ સીઝનમાં ઉનાળુ પાકી દૂર રહેવા માટે અપીલ કરી છે. રાજયમાં આ વર્ષે પાણીની તંગી અનુભવવાની છે. પરિણામે અગાઉ પણ સરકારે સિંચાઈ અને ઉદ્યોગોને પાણી કાપ આપવાની તૈયારી કરી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકાઓ પણ નાગરિકોને પીવાના પાણીમાં કાપ આપશે તેવી શકયતા છે.
ગઈકાલે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, નર્મદાના કેચમેન્ટ એરીયામાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછુ રહ્યું છે. પરિણામે નર્મદા ડેમમાં પાણી ઓછુ એકઠુ યું છે. આ ડેમમાંથી ચાર રાજયોને પાણી મળે છે. પીવાનું પુરતુ પાણી આપવા માટે સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ ની. ૧૦ હજાર ગામડાઓ અને ૧૬૭ શહેરોના ચાર કરોડી વધુ લોકોને પીવાનું પાણી આપવું જરૂરી છે. આ પ્રકારની પરિસ્થિતિ ૨૦ વર્ષે ઉભી ઈ છે.
કૃષિ વિભાગના આંકડાનુસાર રાજયના ૯૮૩ લાખ હેકટર જમીનમાં શિયાળુ સીઝનમાં જળ તંગી વર્તાતી હોય છે. આંકડા મુજબ વર્ષ ૨૦૧૭માં માત્ર ૮૧૧ લાખ હેકટર જમીનમાં વાવેતર યું હતું. જેમાં સૌી વધુ વાવેતર બાજરાનું હતું. બાજરો ૨.૪૮ લાખ હેકટર જમીન ઉપર વાવવામાં આવ્યો હતો. રવિ અને ખરીફ પાકમાં જળ તંગીની વધુ અસર ની પરંતુ ઉનાળુ પાકમાં આ અસર ઘેરી જણાશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાલ તો ખેડૂતોને ઉનાળુ પાકી દૂર રહેવાની અપીલ કરી છે. કરોડો લોકોને પીવાનું પાણી આપવું ગુજરાત સરકારની પ્રામિકતા છે. ત્યારે જો ખેડૂતો ઉનાળાનો પાક ન લે તેવું કહેવામાં આવે છે. લોકોને પીવાનું પાણી વધુ જરૂરી છે. જો કે સરકારે અગાઉી જ સિંચાઈ માટે તેમજ ઉદ્યોગ માટે પાણી કાપની જાહેરાત કરી દીધી છે. નર્મદામાં પુરતા પ્રમાણમાં પાણી એકઠુ ન તાં ગંભીર પરિણામો આવતા દિવસોમાં રાજયને ભોગવવા પડશે તેવી દહેશત છે.
આ મામલે સુરેન્દ્રનગરના ધરમશી પટેલ સહિતના ખેડૂતોનું કહેવું છે કે, માત્ર ૨૫ ટકા ખેડૂતોને જ પાણીની સુવિધા ચોમાસામાં વાવેતર માટે મળી હતી. ગુવારનું વાવેતર આ ક્ષેત્રમાં વધુ થાય છે. કિંમત સારી મળે છે. અલબત જો ખેડૂતો કઠોળ અને તેલીબીયાનું ઉત્પાદન કરે તો તેમની આવકમાં ધરખમ વધારો ઈ શકે છે.