જ્ઞાતિ અગ્રણી રાજુભાઇ પોબારું અને વેપારી અગ્રણી સતિશભાઈ કુંડલીયા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
રાજકોટ લોહાણા સમાજ સહિત તમામ જ્ઞાતિ સમાજો માટે સામાજીક, સેવાકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આરોગ્યલક્ષી તથા રોજગારલક્ષી સહિતની સમાજોપયોગી પ્રવૃતિઓ રાજકોટ લોહાણા મહાજન દ્વારા દાયકાઓી સતત ચાલતી જ રહે છે. છેલ્લા ૬૫ જેટલા વર્ષોી રાજકોટ લોહાણા મહાજનની રજીસ્ટર્ડ ઓફીસ-કાર્યાલય સાંગણવા ચોક, લોહાણા મહાજનવાડી ખાતે કાર્યરત હતું.
સમય જતથા દિવસે-દિવસે રાજકોટનો વિસ્તાર, વસ્તી, ટ્રાફિક અને જ્ઞાતિજનોની વસ્તી સતત વધવા લાગતથા સમયને અનુરૂપ અને જ્ઞાતિહિતમાં રાજકોટ લોહાણા મહાજનનું મધ્યસ્ કાર્યાલય શહેરની મધ્યમાં રાખવાનું સૂચન અકિલા પરિવારના મોભી અને લોહાણા શ્રેષ્ઠી કિરીટભાઈ ગણાત્રાએ કર્યું હતું. જે સંદર્ભે રાજકોટ લોહાણા મહાજનનાં હાલના પ્રમુખ રાજુભાઈ પોબારૂ તથા સમગ્ર કારોબારી અને મહાજન સમિતિ દ્વારા આ અતિ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જેના ભાગરૂપે શહેરની તદન મધ્યમાં મહિલા કોલેજ અન્ડરબ્રિજ ઉપરની તરફ, હાઉસીંગ બોર્ડ, ભવાની ગોલા સામે, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઈ ગણાત્રાના વરદ હસ્તે રાજકોટ લોહાણા મહાજનના નવા સ્ળાંતરીત કાર્યાલયનો જાજરમાન ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
વિશાળ લોહાણા સમાજ અને આજનો ફાસ્ટ ફોરવર્ડ યુગ તથા સ્માર્ટ સિટી રાજકોટને અનુરૂપ રીનોવેશન સોના કોર્પોરેટ લુક ધરાવતથા આ હાઈટેક કાર્યાલયને “લોહાણા મહાજન સેવા સદન (શ્રેષ્ઠી જયંતીલાલ ગોવિંદજી કુંડલીયા સ્મૃતિ ભવન) નામ આપવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સમારોહમાં સ્વ.જયંતિભાઈ કુંડલીયાના રાજકોટ સ્તિ પુત્ર અને વેપારી અગ્રણી સતિશભાઈ કુંડલીયા તથા રીટાબેન સતિશભાઈ કુંડલીયા અને સ્વ.જયંતિભાઈ કુંડલીયાના પુત્રી ડો.બીનાબેન કુંડલીયા પણ હોંશભેર જોડાયા હતથા. સાષ સો આર.સી.સી. બેંકના રાજકોટના સીઈઓ અને કાયદેઆઝમ ગણાતથા તથા રાજકોટ લોહાણા મહાજનની બંધારણ સુધારણા સમિતિના સભ્ય ડો.પુરૂષોતમભાઈ પિપરીયા પણ જોડાયા હતથા.
રાજકોટ લોહાણા મહાજન વિશ્ર્વનું સૌથી લોહાણા મહાજન ગણાઈ રહ્યું છે ત્યારે રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત વિશ્ર્વના કોઈપણ ખુણેી રાજકોટ લોહાણા મહાજન વિશે તમામ માહિતી સહેલાઈી આંગળીના ટેરવે મળી શકે તે માટે રાજકોટ લોહાણા મહાજનની વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશન લોન્ચીંગ પણ એક કલીક દ્વારા આદરણીય કિરીટભાઈ ગણાત્રાના વરદ હસ્તે થયું હતું. વેબસાઈટ તથા એપની મદદી રાજકોટ લોહાણા મહાજનની વિવિધ મહાજન વાડીઓના તથા શ્રીનાદ્વારા, દ્વારકા અને હરીદ્વાર ખાતેના અતિગિૃહોનું ઓનલાઈન બુકિંગ, જ્ઞાતિજનોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન વગેરે તમામ બાબતોની માહિતી મળી શકશે.
હાલમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂના સફળ નેતૃત્વ હેઠળ મહાજન કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઈ ચોટાઈ, ઉપપ્રમુખ યોગેશભાઈ પુજારા (પુજારા ટેલીકોમ), સંયુક્ત મંત્રીઓ રીટાબેન જોબનપુત્રા-કોટક તથા ડો.હિમાંશુભાઈ ઠક્કર, ઈન્ટરનલ ઓડીટર ધવલભાઈ ખખ્ખર, ડો.પરાગભાઈ દેવાણી, એડવોકેટ શ્યામલભાઈ સોનપાલ, જીતુભાઈ ચંદારાણા, અલ્પાબેન બરછા, દિનેશભાઈ બાવરીયા, ડો.આશીષભાઈ, તુષારભાઈ ગોકાણી, યોગેશભાઈ જસાણી, ધવલભાઈ કારીયા, જતીનભાઈ કારીયા, હિરેનભાઈ ખખ્ખર , મનિષભાઈ ખખ્ખર, મનસુખલાલ કોટક (કિશોરભાઈ), રીટાબેન કુંડલીયા, હરીશભાઈ લાખાણી, શૈલેષભાઈ પાબારી, રંજનબેન પોપટ, વિધીબેન જટાણીયા, પ્રદિપભાઈ સચદે, જયશ્રીબેન સેજપાલ સહિતના તમામ કારોબારી સભ્યો તથા સમગ્ર મહાજન સમિતિ જ્ઞાતિ સેવામાં સતત પ્રવૃતિશીલ છે.